________________
૧૨૯
વસ્તુત્વનું સ્પષ્ટીકરણ પાસે બેસાડીએ તે તેને એક મીનીટ જેટલે ટાઈમ પણ ખૂબ જ દીર્ઘ લાગે છે. આ જ સાપેક્ષવાદ છે.
દરેક મનુષ્ય સરલતાથી સમજી શકે છે કે નારંગી નાની છે કે મોટી? અહીં વાસ્તવિક અને પૂર્ણ સત્ય એ જ છે કે પોતાનાથી મોટા પદાર્થોની અપેક્ષાએ તે નાની છે. અને પોતાનાથી નાના પદાર્થોની અપેક્ષાએ મોટી છે. અર્થાત્ લીંબુની અપેક્ષાએ મોટી છે, અને ખડબુજાની અપેક્ષાએ નાની છે.
સર વિલિયમ હેમિલ્ટન કહે છે કે –પદાર્થ માત્ર પરસ્પર સાપેક્ષ છે. અપેક્ષા વિના પદાર્થ જ નથી બનતું. અશ્વ કહ્યો ત્યાં અનધની અપેક્ષા થઈ જ, અભાવ કહ્યો ત્યાં ભાવની અપેક્ષા થઈ જ. આ સર વિલિયમ હેમિલ્ટનના શબ્દો સ્યાદ્વાદ સિદ્ધાન્તને પુછાવલંબન રૂપ છે. અને વિશ્વના પ્રત્યેક પદાર્થોમાં એક સમયે વર્તતી પરસ્પર વિરૂદ્ધ શક્તિઓની સત્યતા સિદ્ધ કરી આપનાર છે.
દ્રવ્યાસ્તિક પક્ષ કે પર્યાયાસ્તિક પક્ષ, ગમે તેટલું મજબુત હોવા છતાં જ્યાં સુધી તે અરસ્પરસ એક બીજા પક્ષની દરકાર ન કરે, ત્યાં સુધી પરસ્પર નિરપેક્ષ એવા તે બન્ને પક્ષે, સમ્યગ્દશી કહેવાતા નથી, પણ જ્યારે તે બને અંદરોઅંદર એકબીજા સાથે ગોઠવાઈ જાય છે, અને જુદાજુદા વિષયના પ્રતિપાદક હોવા છતાં મુખ્યપણે એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે સાપેક્ષપણે પ્રવર્તતા હોય છે,