________________
૧૩૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ વસ્તુ એને વ્યાપક સ્વરૂપમાં કેવા કેવા ધર્મોને ભંડાર છે, તે અનેકાન્ત દ્રષ્ટિથી જ સમજાય છે અને વ્યવહારના વખતે એમાંની સમાચિત બાબત (ધર્મ)ને ઉપગ કરવામાં આવે છે, જે, નયને પ્રદેશ છે.
વસ્તુની જુદી જુદી બાબતે અર્થાત્ જુદાજુદા અંશને ખ્યાલ પેદા કરવા માટે સ્યાદ્વાદનીતિ (અનેકાન્તદ્રષ્ટિ) કેળા વવાની ખાસ આવશ્યક્તા છે. વસ્તુની સર્વ બાજુની માહિતી હોય તે જ વસ્તુના કોઈ અંશ કે ધર્મને સમયસર ઉચિત ઉપયોગ કરવાનું વ્યવહારમાં શક્ય બને તેમ જ વસ્તુ અંગેના અન્ય અંશ કે ધર્મને, અન્યદ્વારા થતા ઉચિત ઉપગને આવકારવાથી તે અન્ય વ્યક્તિને બીજી બાજુના વિચાર સાથે અજ્ઞાનમૂલક થતું સંઘર્ષણ પણ નિવારી શકાય. આ પ્રમાણે વસ્તુની સંભવિત બીજી બાજુને 5 મેળા બેસાડી શકવામાં સમન્વય દ્રષ્ટિનું કૌશલ પ્રાપ્ત થવાથી ભિન્નભિન્ન બાજુના વિચારધારકે વચ્ચે સમજપૂર્વક એકમત થવાનું શકય બને છે.
એકજ વસ્તુને વિષે જુદાજુદા દ્રષ્ટિ કણને અવલંબી જુદી જુદી વિચારસરણીઓ ઘડાય છે, એ “નય” છે. અનેકાન્ત દ્રષ્ટિ એ જુદાજુદા વિચારો પાછળ એમના આધારભૂત જે જુદાં જુદાં દ્રષ્ટિબિન્દુઓ હોય છે, તેમને તપાસે છે. અને એમ કરી ન્યાચ્ય રીતે મેળ સાધે છે. નયવાદની વિચારસરણી, સમન્વય કરવા માગે છે.