________________
સાતનયની સમજ
૧૩૩ કોઈપણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થઈને જ છેવટે તે, વિશાળતા કે સમગ્રતામાં પરિણમે છે. વળી કોઈ પણ એક વિષયમાં ગમે તેટલું સમગ્રજ્ઞાન હોય છતાં વ્યવહારમાં તેને ઉપયોગ તે અંશે અંશે જ થવાને; તેથી પણ, સમગ્ર વિચારાત્મક શ્રત કરતાં, અંશવિચારાત્મક નયનું નિરૂપણું જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. એ રીતે પદાર્થને ભિન્ન ભિન્ન અંગેનો, ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી અભિપ્રાય રજુ કરીને તેને યથાર્થ પરિચય આપણને “નય” જ આપે છે.
વસ્તુકથનને વ્યવહાર કરવામાં ભિન્ન ભિન્ન અપેક્ષાઓ અનેક પ્રકારે હોય છે. એટલે એક હકિકતને અખંડ સ્વરૂપે જાણવા માટે તે સર્વ અપેક્ષાઓ રજુ કરવી પડે. એટલી બધી અપેક્ષાઓનું પૃથક્કરણ કરવામાં તે કેટલાય સમય વ્યતીત થઈ જાય. અને એ હિસાબે તે સર્વ અપેક્ષાઓનું પૃથકકરણ થઈ શકે નહિં, એ વિના પદાર્થ સ્વરૂપના જ્ઞાનને અખંડિતપણે પણ કદાપિ પ્રાપ્ત કરી શકાય જ નહિં. જેથી એ મુશ્કેલીનો અંત લાવવા માટે જ જૈનદર્શનમાં આ નાનું તત્વજ્ઞાન છે. જે લોકો નયના સ્વરૂપને બરાબર સમજવાની કોશિષ કરે તેના માટે તે પદાર્થ સ્વરૂપ અંગેની સર્વ અપેક્ષાઓનું પૃથક્કરણ તદ્દન સરલ છે.
વસ્તુમાં એકધર્મ નથી, અનેક ધર્મો છે. અતવ વસ્તુગત ભિન્નભિન્ન લગતા જેટલા અભિપ્રાય છે, તેટલા “ ન” છે. જગતના વિચારોનાં આદાન-પ્રદાનને બધે વ્યવહાર “નય” છે.
લય સમય
શકે નહિ, એ જાએ તે