________________
સાતનયની સમજ
૧૩૫ નયોનું નિરૂપણ એટલે વિચારોનું વગીકરણ. નયવાદ એટલે વિચારેની મીમાંસા. ના સેંકડે છે. અભિપ્રાયે કે વચન પ્રયોગો તે ગણનાથીયે બહાર છે. માટે નયે પણ તેથી જુદા ન હોવાથી તેની ગણના થઈ શકે નહિ. મૌલિક રૂપે કહેવાતા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ મુખ્ય તે બે ભેદોમાં નિગમ આદિ સાતે નયે અન્તભૂર્ત થાય છે.
નયદ્રષ્ટિ, વિચારસરણ, અને સાપેક્ષ અભિપ્રાય, એ બધા શબ્દોને એક જ અર્થ છે. કેઈપણ એક જ વિષય પરત્વે વિચારસરણીઓ અનેક હોઈ શકે. એ વિચારસરણીઓ ગમે તેટલી હોય પણ તેમને ટુંકાવી અમુક દ્રષ્ટિએ સાત ભાગમાં ગોઠવી કાઢવામાં આવેલી છે. તેમાં એક કરતાં બીજીમાં, અને બીજી કરતાં ત્રીજમાં ઉત્તરોત્તર વધારેને વધારે સૂક્ષ્મપણું આવતું જાય છે. છેવટની એવંભૂત નામની. વિચારસરણીમાં સૌથી વધારે સૂક્ષ્મપણું, દેખાય છે. હવે સાત ભાગમાં ગોઠવાયેલી વિચારસરણરૂપ સાત નર્યોને સંક્ષેપમાં વિચારીએ.
૧. નિગમનય–વિવિધ લેકરૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મનારા વિચારો-વાવ્યાપાર યા વ્યવહારને નૈગમનયની કેટિમાં મૂકાય છે. દેશકાળના અને લેક સ્વભાવના ભેદની વિવિધતાને લીધે લેક રૂઢિઓ તેમજ તજજન્ય સંસ્કાર અનેક જાતના હોય છે. તેથી તેમાંથી જન્મેલો નૈગમનય પણ અનેક પ્રકારને હોઈ તેના દાખલાઓ વિવિધ પ્રકારના મળી આવે છે. અને બીજા પણ