________________
૧૦ સાતનયની વિસ્તૃત સમજ
अनेकान्तात्मक वस्तु, गोचरः सर्वसंविदाम् । gશ વિશિષ્ટોથ, નીચ વિઘચો મત:
(સિદ્ધસેન, ન્યાયાવતાર) અર્થાતુ-અનેકધર્માત્મક વસ્તુ એ પ્રમાણને વિષય છે. અને એક અંશસહિત વસ્તુ નયનો વિષય છે.
કોઈપણ વિષયને સર્વાશે સ્પર્શ કરનાર અથવા તેને સર્વાશે સ્પર્શવાને પ્રયત્ન કરનાર વિચાર તે શ્રુતઅને તે વિષયને માત્ર એક અંશેજ સ્પર્શ કરી બેસી રહેનાર વિચાર તે નય. આ નયને, સ્વતંત્ર રીતે પ્રમાણુ કહી શકાતો નહિં હેવા છતાં શ્રત પ્રમાણને અંશ હોવાથી અપ્રમાણ પણ કહી શકાય નહિં.
આંગળીનું ટેરવું એ સમગ્ર આંગળી (અંગુલી) સ્વરૂપ ન કહેવાય. તેમ છતાં તે અંગુલીને અંશ હોવાથી તેને આંગળી નથી, એમ પણ ન કહેવાય. છતાં આંગળીના અંશભુત આંગળીને તે ટેરવા જેટલા ભાગની સમજ માટે તે ટેરવાની હકિકતને આંગળીના અન્ય ભાગથી અલગ રીતે જ સમજાવાય. એ રીતે વિચારની ઉત્પત્તિને કમ અને તેનાથી થતે વ્યવહાર એ બન્ને દ્રષ્ટિએ નયનું નિરૂપણ, શ્રુતપ્રમાણથી છૂટું પાડીને જ કરાય.