________________
વસ્તુત્વનું સ્પષ્ટીકરણ
૧૩૧ સંભવી જ શકતું નથી. એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે પોતાના વક્તવ્ય અંશનું પણ નિરસન કરી બેસે છે.
વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અશથી ઘડાયેલું છે. એટલે જ્યારે એ સાપેક્ષ અને એક બીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે છે, ત્યારે તેમાંથી એકેય રહેતે કે સિદ્ધ થતું નથી. તેથી જ એમ કહ્યું છે કે અપરિશુદ્ધ એટલે બીજાની પરવા નહિં કરતે નયવાદ પિતાને અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે. તાત્પર્ય એ છે કે કેઈ એક છૂટો નય, જે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપના પ્રતિપાદનને દાવો કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
બને નયે છૂટાછૂટા મિથ્યાદ્રષ્ટિ હોવાનું કારણ એ છે કે, બંનેમાંથી એકે નયને વિષય સત્ નું લક્ષણ બનતે નથી. કેમકે એ બન્ને ને જ્યારે એકબીજાથી નિરપેક્ષ થઈ માત્ર સ્વવિષયને જ સરૂપે સમજવાને આગ્રહ કરે છે, ત્યારે તે બને પોતપોતાના ગ્રાહ્ય એક અંશમાં સંપૂર્ણતા માનતા હોવાથી મિથ્યારૂપ (અસત્ય) છે. પણ જ્યારે એ જ બે ને પરસ્પર સાપેક્ષપણે વર્તે છે, અર્થાત્ બીજા પ્રતિપક્ષી નયના વિષયનું નિરસન કર્યા સિવાય તે વિષે માત્ર તટસ્થ રહી પોતાના વક્તવ્યનું પ્રતિપાદન કરે, ત્યારે બંનેમાં સમ્યકપણું આવે જ. કારણ કે એ બને નયે એક એક અંશગ્રાહી છતાં, એક બીજાની અવગણના કર્યા વિના પિતપિતાના પ્રદેશમાં પ્રવર્તતા હોવાથી સાપેક્ષ છે. અને તેથી તે બનને યથાર્થ છે.