SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુત્વનું સ્પષ્ટીકરણ ૧૩૧ સંભવી જ શકતું નથી. એટલે બીજા અંશનું નિરસન કરવા જતાં તે પોતાના વક્તવ્ય અંશનું પણ નિરસન કરી બેસે છે. વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અશથી ઘડાયેલું છે. એટલે જ્યારે એ સાપેક્ષ અને એક બીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે છે, ત્યારે તેમાંથી એકેય રહેતે કે સિદ્ધ થતું નથી. તેથી જ એમ કહ્યું છે કે અપરિશુદ્ધ એટલે બીજાની પરવા નહિં કરતે નયવાદ પિતાને અને બીજાના એમ બન્ને પક્ષનાં મૂળ ઉખાડે છે. તાત્પર્ય એ છે કે કેઈ એક છૂટો નય, જે વસ્તુના સંપૂર્ણ સ્વરૂપના પ્રતિપાદનને દાવો કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. બને નયે છૂટાછૂટા મિથ્યાદ્રષ્ટિ હોવાનું કારણ એ છે કે, બંનેમાંથી એકે નયને વિષય સત્ નું લક્ષણ બનતે નથી. કેમકે એ બન્ને ને જ્યારે એકબીજાથી નિરપેક્ષ થઈ માત્ર સ્વવિષયને જ સરૂપે સમજવાને આગ્રહ કરે છે, ત્યારે તે બને પોતપોતાના ગ્રાહ્ય એક અંશમાં સંપૂર્ણતા માનતા હોવાથી મિથ્યારૂપ (અસત્ય) છે. પણ જ્યારે એ જ બે ને પરસ્પર સાપેક્ષપણે વર્તે છે, અર્થાત્ બીજા પ્રતિપક્ષી નયના વિષયનું નિરસન કર્યા સિવાય તે વિષે માત્ર તટસ્થ રહી પોતાના વક્તવ્યનું પ્રતિપાદન કરે, ત્યારે બંનેમાં સમ્યકપણું આવે જ. કારણ કે એ બને નયે એક એક અંશગ્રાહી છતાં, એક બીજાની અવગણના કર્યા વિના પિતપિતાના પ્રદેશમાં પ્રવર્તતા હોવાથી સાપેક્ષ છે. અને તેથી તે બનને યથાર્થ છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy