________________
વસ્તુત્વનું સ્પષ્ટીકરણ
૧૨૫
જે નિત્ય છે, તે જ અનિત્ય છે. એ રીતે એક જ વસ્તુમાં વસ્તુત્વને ઉપજાવનારી પરસ્પર વિરૂદ્ધ બે શક્તિઓનુ પ્રકાશિત થવું તે અનેકાન્ત છે.” આ પ્રમાણે કોઈપણ વસ્તુને તેની અનેક ( સંભવતી બધી) માજુએથી તપાસવી—જોવી અથવા તેમ જોવાની વૃત્તિ રાખી તેવા પ્રયત્ન કરવા એ જ અનેકાન્ત દ્રષ્ટિ છે.
જ
જો કે અહિ· જે વસ્તુ તત્સ્વરૂપ છે, તે જ વસ્તુ અતસ્વરૂપ હેાવામાં વિરોધ દેખાય છે. કેમકે એક જ વસ્તુમાં વિરૂદ્ધ એવા એ ધર્માના સ્વીકાર કરવામાં સ્પષ્ટ વિપરીતતાની પ્રતીતિ થાય છે. પરંતુ દીર્ઘદ્રષ્ટિથી વિચારતાં તેમાં જરાપણ વિપરીતતા નથી. ઉદાહરણાથે એક જ વ્યક્તિ પેાતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે. અને પેાતાના પુત્રની અપેક્ષાએ પિતા છે. માટે જેવી રીતે એક જ વ્યક્તિમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએથી પિતૃત્વ અને પુત્રત્વ આદિ વિવિધ ધર્મના સદ્ભાવ હાઈ શકે છે, તેવી રીતે દરેક વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ એવા ધર્માંના પણ સદ્ભાવ હાઈ શકે છે. ખંડન–મંડન–મતાગ્રહ વગેરેનું અસ્તિત્વ, વસ્તુમાં વતા પરસ્પર વિરૂદ્ધ ધર્માંના કારણે જ છે. તે ધર્માને એકાન્ત પણે જ માની લેવાથી માન્યતાઓના ઝગડા ઉપસ્થીત થાય છે. અપેક્ષાભેદ યા અનેકાન્ત વાદપૂર્વક પરસ્પર વિરૂદ્ધ દેખાતા વસ્તુધર્મ ને જાણવા-સમજવાથી આ ઝગડા શાંત બની જાય છે.
,,
વૈજ્ઞાનિક પ્રણાલિયામાં “ દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ ” નામે. એક વાદ ઉપસ્થીત છે. કોઈ લાક માને છે કે દ્રુન્દ્રાત્મક