________________
૧૨૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જડ યા ચેતનસ્વરૂપ, વિશ્વની દરેક વસ્તુ તે દ્રવ્ય અને પર્યાય એમ ઉભયરૂપે હોઈ, તેનું સંપૂર્ણ સ્વરૂપ તે તે ઉભયમાં જ સમાય છે. પર્યાયના ખ્યાલ રહિત કેવળ દ્રવ્યને જ ખ્યાલ હોય, અગર તે દ્રવ્યનો ખ્યાલ રહિત કેવળ પર્યાયને જ ખ્યાલ હોય ત્યાં સુધી પદાર્થ સ્વરૂપ યથાર્થ રીતે સમજમાં આવી શકતું નથી.
યુવાનને પિતાની બાલ્યપણાની ચેષ્ટાઓનું સ્મરણ થાય છે. અને ભાવી જીવનને સુખમય બનાવવા તે પ્રયત્નશીલ બને છે. જીવનની એ રીતે બદલાતી અવસ્થામાં પણ એક સૂત્રતાનાં જે દર્શન થાય છે, તે અભેદગામિની સ્વરૂપ દ્રવ્યદ્રષ્ટિ છે. બીજી તરફ બાલ્યાવસ્થા અને યુવાવસ્થા વચ્ચે ભેટ પ્રતીતિ જે સ્પષ્ટરૂપે માલુમ પડી રહી છે, તે ભેદ– ગામિની સ્વરૂપ પર્યાયદ્રષ્ટિ છે.
યુવાન તે બાલ્યપણથી સર્વથા ભિન્ન પણ નથી. કેમકે તે બાલ્યપણાની સુકોમલ સ્મૃતિમાં જ જીવે છે. વળી બાલ્યપણુ સાથે તેને સંપૂર્ણ સંબંધ પણ નથી. કેમકે યુવા-વસ્થામાં તેને આપણે બાળક કહી શકીશું જ નહિં.
જીવનની આ ભેદભેદ દ્રષ્ટિ (ભેદ અને અભેદ એમ ઉભય દ્રષ્ટિ) જ પદાર્થના યથાર્થ સ્વરૂપને પામી શકે છે. માત્ર આત્મા જ નહિં, પરંતુ વિશ્વના સમસ્ત પદાર્થ, ભેદભેદરૂપે જ અવસ્થિત છે.
વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે. તેથી કોઈ પણ એક વસ્તુ પરત્વે જેટલા વચન પ્રકારે મળી