________________
૯ નયવાદ દ્વારા વસ્તુત્વનું સ્પષ્ટીકરણ
વિશ્વના સમસ્ત પદાર્થો એક અને અનેકરૂપ છે. તેમાં એક તરફ નિત્યત્વનું દર્શન થાય છે. જ્યારે બીજી તરફ તેજ પદાર્થ, પ્રતિપળે પરિવર્તિત થતા દ્રષ્ટિ ગેચર થાય છે.
વસ્તુના પ્રવતત્વની તરફ જ્યારે આપણું દ્રષ્ટિબિન્દુ ટકી રહે છે, ત્યારે તે વસ્તુના શાશ્વત યા સદાનિત્યના સૌન્દર્યનું દર્શન થાય છે. અને જ્યારે, તે પદાર્થના ઉત્તર રૂપની તરફ દ્રષ્ટિ જાય છે, ત્યારે પ્રતિક્ષણ વસ્તુ, વિનાશીરૂપે દેખાય છે.
જ્યારે આપણી દ્રષ્ટિ ભેદગામિની બને છે, ત્યારે વસ્તુનું પરિવર્તિત થતું રૂપ દેખાય છે. અને જ્યારે આપણી દ્રષ્ટિ અભેદગામિની બને છે, ત્યારે વસ્તુનું અખંડરૂપ દ્રષ્ટિમાં આવે છે. | દાર્શનિક શબ્દાવલિમાં ભેદગામિની દ્રષ્ટિને પર્યાયદ્રષ્ટિ કહેવાય છે. અને અભેદગામિની દ્રષ્ટિને દ્રવ્યદ્રષ્ટિ કહે વાય છે.
પર્યાયદ્રષ્ટિ તે વસ્તુમાં પ્રતિસમય પરિવર્તિત થવાવાળા રૂપને જ સ્વીકારે છે. જયારે દ્રવ્યદ્રષ્ટિ તે વસ્તુના ધ્રુવ અંશને જ સ્વીકારે છે. પરંતુ વિશ્વવ્યવસ્થા તે બન્નેના સમન્વયમાં જ સંભવીત છે.