________________
વસ્તુનું સ્પષ્ટીકરણ
૧૨૧ આવે, અગરતા સંભવી શકે, તેટલા જ તે વસ્તુ પરત્વે અંધાયેલા જુદા જુદા અભિપ્રાય છે, એમ સમજવું જોઈએ. એ અભિપ્રાય એટલે નયવાદો કહેવાય. વચનના પ્રકારે જેટલા જ નયવાદે સમજવા.
અનેકાન્તનું સ્પષ્ટીકરણ નયેના નિરૂપણથી જ થઈ શકે છે. આવા નયે અનેક છે. પણ એ બધાને સમાસ ટુંકમાં બે નમાં જ થઈ શકે છે. એટલે એ બે ન જ (૧) દ્રવ્યાસ્તિક અને (૨) પર્યાયાસ્તિક મુખ્ય છે.
વસ્તુની અખંડતા યા શાશ્વતપણા પ્રત્યેની દ્રષ્ટિપૂર્વકને જે અભિપ્રાય તે દ્રવ્યાસ્તિક નય છે. અને વસ્તુની પટ્ટો પામતી અવસ્થાની દ્રષ્ટિપૂર્વકને અભિપ્રાય તે પર્યાયાસ્તિક નય છે. આ રીતે આ બન્ને ને જુદી જુદી બે દ્રષ્ટિઓને અનુલક્ષીને છે. જેથી દ્રવ્યાસ્તિક દ્રષ્ટિમાં વસ્તુને સામાન્ય રૂપે અને પર્યાયાસ્તિક દ્રષ્ટિમાં વસ્તુને વિશેષરૂપે વિષયવિવેક કરાય છે.
વસ્તુમાત્રને સામાન્ય–વિશેષ ઉભયાત્મક કહેવામાં આવે છે. માનવી બુદ્ધિ પણ ઘણીવાર વસ્તુઓના માત્ર સામાન્યઅંશ તરફ ઢળે છે, તે ઘણીવાર વિશેષઅંશ તરફ ઢળે. છે. જયારે તે સામાન્ય અંશગામી હોય ત્યારે તેને તે વિચાર “દ્રવ્યાર્થિકનય, અને જયારે વિશેષઅંશગામી હોય ત્યારે તેમને તે વિચાર પર્યાયાર્થિક નય કહેવાય છે. દરેક વસ્તુની માફક આત્માના વિષે પણ ત્રણેયકાળમાં સામાન્યગામી અને વિશેષગામી, એમ ઉભયગામી વિચાર