________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ સંભવે છે. કાળ અને અવસ્થાભેદનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે વિષયને દ્રવ્યાથિકનય કહેવાય છે. અને ચેતના ઉપરની દેશકાળાદિકૃત વિવિધ દશાઓ તરફ ધ્યાન જાય ત્યારે તે વિષયને પર્યાયાર્થિકનય સમજે.
ખરી રીતે કે સામાન્ય તે વિશેષવિનાનું, અને કઈ વિશેષ તે સામાન્ય વિનાનું હોતું જ નથી. પરંતુ એક જ વસ્તુ કોઈ અપેક્ષાએ સામાન્ય, તો બીજી અપેક્ષાએ વિશેષ રૂપ હોય છે. તેથી દ્રવ્યાસ્તિક નયનવિષય, પર્યાયાસ્તિક નયના વિષય સ્પર્શથી, અને પર્યાયાસ્તિક નયને વિષય, દ્રવ્યાસ્તિક નયને વિષય સ્પર્શથી મુક્ત હોઈ શકે જ નહિ. તેમ છતાં પણ તે બને નયને જે ભેદ કરવામાં આવે છે, તેનું તાત્પર્ય, વિષયના ગૌણપ્રધાન ભાવમાં જ છે. જ્યારે વિશેષ રૂપને ગણ રાખીને મુખ્યપણે સામાન્યરૂપને અવલંબીને દ્રષ્ટિ પ્રવર્તે ત્યારે તે દ્રવ્યાસ્તિક, અને સામાન્યરૂપને ગૌણ કરી વિશેષરૂપને મુખ્યપણે ગ્રહણ કરી દ્રષ્ટિ પ્રવર્તે ત્યારે તે પર્યાયાસ્તિક સમજવું.
બધી સામાન્ય દ્રષ્ટિએ કે બધી વિશેષ દ્રષ્ટિઓ પણ એક સરખી હોતી નથી. તેમાં પણ અંતર હોય છે. એ જણાવવા ખાતર આ બે દ્રષ્ટિઓના પણ ટુંકમાં ભાગે પાડવામાં આવ્યા છે. જેથી દ્રવ્યાર્થિકના ત્રણ અને પર્યાયાથિકના ચાર, એમ એકંદર સાતભાગો પડે છે. એ રીતે સાત ના થાય છે. તેમાં પ્રથમના ત્રણ ને તે સામાન્ય ગામી હોવાથી દ્રવ્યાર્થિક નયના ભેદ તરીકે વર્ણવવામાં