________________
૧૧૩
એકાત તે અસત્ય થાય છે. માટે સત્ય અને પૂર્ણજ્ઞાનનું દ્વાર ઉઘાડવા અને વિવાદ દૂર કરવા જેનદર્શનમાં નયવાદની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને તે દ્વારા એમ સૂચવવામાં આવ્યું છે કે દરેક વિચારક પોતાના વિચારને આગમ પ્રમાણ (શાસ્ત્ર પ્રમાણ-આત પુરૂષવચન પ્રમાણે) કહ્યા પહેલાં તપાસી જુએ કે, તે વિચાર, પ્રમાણની કેટિએ મુકાય તે સર્વાશી છે કે નહિં?
વસ્તુઅંગેની સંપૂર્ણ જ્ઞાનપ્રાપ્તિનું સાધન તે (૧) નય અને (૨) પ્રમાણ છે. વસ્તુમાં વર્તતા અનેક ધર્મો પિકી એમાંથી જ્યારે કેઈ એક ધર્મ દ્વારા વસ્તુને નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે નય કહેવાય છે, અને જ્યારે અનેક ધર્મ દ્વારા વસ્તુને અનેકરૂપથી નિશ્ચય કરવામાં આવે, ત્યારે તે પ્રમાણ કહેવાય છે. એટલે નય એ પ્રમાણને માત્ર એક અંશ છે. અને પ્રમાણુ એ અનેક નને સમૂહ છે. વસ્તુને એક દ્રષ્ટિએ ગ્રહણ કરનાર તે “નય” છે. અને અનેક દ્રષ્ટિઓથી ગ્રહણ કરનાર તે “પ્રમાણ” છે.
પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે. તેમાં પરસ્પર વિરોધી. દેખાતા અને છતાં વાસ્તવિક રીતે જોતાં, અવિરોધી એવા વિચારોના અવિધીપણાનું મૂળ તપાસી, તેવા વિચારોને સમન્વય તે “નય” દ્વારા જ થઈ શકે છે.
જેમકે એક આત્માના જ વિષયમાં આસ્તિક ગણતા વિવિધ દર્શનકારોના મંતવ્યમાં વિવિધતા જોવાય છે. કેઈકનું મંતવ્ય આત્મા “એક હેવાનું” છે. જ્યારે કયાંક આત્મા.