________________
૧૧૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે છતાં પેંડા નથી” એમ તે હલવાઈએ પ્રત્યુત્તર આપવાથી પુછનાર માણસ ચાલ્યા જાય છે. ત્યારબાદ બીજે ગ્રાહક આવી પૅડા હોવાનું પૂછે છે, ત્યારે તે હલવાઈ કહે છે કે
હા. પેંડા છે. અહીં તે દુકાન ઉપર બેઠેલ ત્રીજી કઈ વ્યક્તિને એમ લાગે છે કે આ હલવાઈ એકને પેંડા હોવાનું અને બીજાને નહિં હોવાનું કેમ કહેતે હશે? પેંડા હોવા છતાં આમ અરસ્પરસ વિરોધી ભાષા તે કેમ બોલે છે? હલવાઈ તેને સમન્વય કરતાં કહે છે કે પહેલા આવનાર વ્યક્તિને એગ્ય જે જાતના પેંડા જોઈએ, તેવા સારી જાતને પૈડા મારી દુકાનના નહિં હોવાથી તેને મેં “નથી” કહ્યું. અને બીજી વ્યક્તિ ગમે તે માલ પણ સસ્તાભાવે લેવાની યોગ્યતાવાળો હોવાથી તેને મેં “છે” કહ્યું. આમ પેંડા અંગે “એ” અને “નથી” (અસ્તિ-નાસ્તિ) એ બને ભાવ પરસ્પર વિરોધી હોવા છતાં પણ તે બન્ને ભાવે એકી સાથે હોઈ શકવાને કઈ માણસ વિરોધ કરી શકતું નથી.
આવી રીતે અન્યપણ ઘણી વ્યવહારીક બાબતોમાં એક જ વિષય કે વસ્તુ અંગે પરસ્પર વિરોધી ભાષાને ઉપગ થતું હોવા છતાં સાપેક્ષપણે થતે તે વચનવ્યવહાર ગ્રાહ્ય જ બને છે. ત્યાં સાપેક્ષનું શિક્ષણ લીધા વિના પણ વિરોધ ભાષી વચનની યથાર્થતા સ્વયં સમજાઈ જાય છે. જેથી મતભેદ અને કલેશ થવાને સંભવ ઓછો રહે છે.
આત્મા એ અરૂપી હોવાથી ઈન્દ્રિય પ્રત્યક્ષ સિદ્ધ નહિં હોતાં અનુભવસિદ્ધથી જાણું શકાય છે. આત્મતત્ત્વના શુદ્ધ