________________
૧૧૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો અનેક હોવાનું ” છે. એજ રીતે આત્માને કેઈ નિત્ય અને કોઈ અનિત્ય માને છે. વળી આત્માને કઈ સત્ કહે છે, કોઈ અસત્ કહે છે. આ રીતે આ બધી માન્યતાઓ પરસ્પર વિરોધી હોવાના કારણે તે વિરોધ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે. અને જે ગેરવ્યાજબી હોય તે તે કેવી રીતે છે? એની સાબીતી નયવાદ દ્વારા થઈ શકતી હોવાના કારણે તત્વને યથાર્થ સ્વરૂપે ગ્રાહ્ય કરવા ઈચ્છનારે નયવાદને સમજવો જરૂરી છે.
ઉપરોક્ત વિધિસ્વરુપે દેખાતી માન્યતાઓના અવિધનું મૂળ તે વિચારકની દ્રષ્ટિતાત્પર્યમાં રહેલું હોય છે. એ દ્રષ્ટિને અપેક્ષા” નામથી ઓળખાવાય છે. તેથી નયવાદને અપેક્ષાવાદ પણ કહેવાય છે. વળી વસ્તુમાત્ર સ્વભાવથી જ એવી છે કે તેને વિચાર અનેક દ્રષ્ટિથી થઈ શકતું હોવાથી અપેક્ષાવાદને અનેકાન્તવાદ પણ કહેવાય છે. વસ્તુને માત્ર એક દ્રષ્ટિબિન્દુથી જ જેનાર અને સ્વીકારનાર તે એકાન્તવાદી છે. પરંતુ વસ્તુને વાસ્તવિક ખ્યાલ એકાન્તવાદથી નહિં, પણ અનેકાન્તવાદથી પ્રાપ્ત કરી શકાતે હોવાથી અનેકાન્ત સત્ય છે, અને એકાન્ત અસત્ય છે.
અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક વસ્તુધર્મોમાંથી પણ ક્યારેક કેઈ એક ધર્મ દ્વારા, અને કયારેક એના વિરૂદ્ધ એવા બીજા ધર્મ દ્વારા વસ્તુને વ્યવહાર થાય, તે તેને અપ્રમાણિક અને બાધિત કહેવાય નહિં. કેમકે વિદ્યમાન પણ બધા ધર્મો એકી સાથે વિવક્ષિત હોતા નથી. પ્રયજન પ્રમાણે કયારેક