________________
૧૧૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ - જ્યાં સુધી એક સત્યાંશ, પિતતાને જ પૂર્ણ નહિં માની બેસતાં બીજા સત્યાંશને માટે દ્વાર બંધ નથી કરતા ત્યાં સુધી તે અસત્ય નથી. પરંતુ સ્વમાન્ય અંશને જ પૂર્ણ માની લેવાને મેહ જ અસત્ય છે.
દરેક ચિન્તનની પાછળ સાપેક્ષદ્રષ્ટિ હોવી જોઈએ. તે સાપેક્ષ દ્રષ્ટિથી જ સત્યતત્ત્વ ગ્રહણ કરી શકાય છે. પછી ભલે તે દર્શન, નિત્યવાદી હોય કે અનિત્યવાદી હોય. સામાન્યવાદના પ્રતિપાદક હોય કે વિશેષવાદના સમર્થક હાય.
એકાન્તદ્રષ્ટિવંત મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે. તેમાં અસ્મિતા–અભિનિવેશ, સામાન્યરીતે વિશેષ હોય છે. તેથી જ્યારે કેઈપણ બાબતમાં તે અમુક વિચાર કરે છે, ત્યારે એ વિચારને છેવટને અને સંપૂર્ણ માનવા તે પ્રેરાય છે. આ પ્રેરણાથી તે બીજાના વિચારને સમજવાની ધીરજ ખોઈ બેસે છે, અને છેવટે પિતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાને આરોપ કરી લે છે. આવા આરોપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદા જુદા વિચાર ધરાવનારાઓ વચ્ચે અથડામણ ઉભી થાય છે. અને તેને લીધે પૂર્ણ અને સત્ત્વજ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે.
એક દર્શન, આત્મા વગેરે કોઈ પણ વિષયમાં પિતે માન્ય રાખેલ પુરૂષને એકદેશીય વિચારને જ્યારે સંપૂર્ણ માની લે છે, ત્યારે તે જ વિષયમાં વિરોધી, પણ યથાર્થ વિચાર ધરાવનાર બીજા દર્શનને તે અપ્રમાણુ કહી અવગણે, છે. પરિણામે સમતાની જગ્યાએ વિષમતા અને વિવાદ ઉભાં