________________
તત્વજ્ઞાન પ્રરૂપક જૈનદર્શન
૧૦૯ સંગત હોવી જોઈએ. એ જે અસંગત હોય તે અસત્ય બની જાય. કાકાની અપેક્ષાએ ભત્રીજે છે, મામાની અપેક્ષાએ ભાણેજ છે, પણ કાકાની અપેક્ષાએ ભાણેજ પણું કે મામાની અપે ક્ષાએ ભત્રીજાપણું નથી. અને તેમ માને તે ખોટું કરે. માટે સ્યાદ્વાદ યા અનેકાન્તમાં અપેક્ષા માત્રથીજ ન ચાલે. સંગત અપેક્ષા હોવી જોઈએ.
ત્રણ આંગળીઓમાં અનામિકાને મેટી કહેવી કે નાની ? તેમાં મોટાપણું અને નાનાપણું એમ પરસ્પર વિરોધ જણાતી અને અવસ્થાનું અસ્તિત્વ છે. પરંતુ મધ્યમાની અપેક્ષાએ નાની અને કનિષ્ઠાની અપેક્ષાએ મોટી કહેવામાં સંગત અપેક્ષા હોવાથી તેને તે તે રીતે નાની મોટી કહેવી તે સુસંગત છે. પણ મધ્યમાની અપેક્ષાએ મોટી અને કનિષ્ઠાની અપેક્ષાએ નાની કહેવામાં અસંગત અપેક્ષા હોવાથી તે અસત્ય છે. આ રીતે સાપેક્ષવાદ તે સુસંગત અપેક્ષાવાળો છે. પણ અસંગત અપેક્ષાવાળે નથી.
જેઓ કદાગ્રહી છે. તેઓ આ સાપેક્ષવાદના સ્વરૂપને સમજી નહીં શકવાથી તેની ટીકા કરે છે, નિંદા કરે છે. પણ તેથી કરીને કંઈ સાપેક્ષવાદ–સ્યાદ્વાદ-અનેકાતવાદની સત્યતા ઉડી જતી નથી. તેઓની દરેક પ્રવૃત્તિ સાપેક્ષવાદ, પૂર્વકની હોવા છતાં, પુર્વગ્રહને લીધે આવા ઉત્તમવાદની ઠેકડી ઉડાડે છે, તેથી તેઓ દયાને પાત્ર છે.
અહિં તે માત્ર આત્માના સ્વરૂપ અંગે વિવિધ સિદ્ધાન્તપૂર્વક સમજી તેને ઉચિત રીતે કેવી રીતે સ્વીકારવું