________________
૧૦૭
તત્વજ્ઞાન પ્રરૂપક જૈનદર્શન અનાદિકાળથી જૈનદર્શન, તે સાપેક્ષપણે પિતાના અનેકાન્ત સ્વરૂપમાં સમાવે છે. જ્યાં સાપેક્ષાએ બને બાજુથી તપાસીને વસ્તુ માનવામાં આવે છે, ત્યાં ખંડન મંડનની મારા મારી રહેતી નથી.
બે બાબતે પણ સાપેક્ષાથી છૂટ માની શકાય છે. તેથી એકાન્ત માન્યતાધારક ઉપર પણ મધ્યસ્થતા રહે છે. એમ માધ્ય ભાવના રહેવાથી રાગદ્વેષ ઓછાં થાય છે. અને અને રાગદ્વેષ ક્ષય થવાથી આત્મા પરમાત્મદશાને પામે છે. આમ પરમાત્મદશાપ્રાપ્તિમાં સાપેક્ષાવાદ જ સુગમમાર્ગ ભાસે છે. કારણ કે આ પ્રમાણે સાપેક્ષાવાદને માનવાથી કેઈનું ખંડનમંડન એકાંતે થતું નથી. સર્વ દર્શન વાળાઓની સાથે ભાતૃભાવ રહે છે. ક્રોધાદિક દેશને નાશ થતાં ચિત્તની નિર્મલતા રહે છે. હૃદયની શુદ્ધિ થતાં પરમાત્માનું યથાર્થ ધ્યાન થઈ શકે છે. અને અનેકાન્તવાદની યથાર્થ પ્રરૂપણ કરતાં છતાં પણ એકાન્તવાદ ઉપર રાગદ્વેષ
નથી.
બૌદ્ધ, સાંખ્ય, વેદ અને યોગદર્શનાદિ આસ્તિકદર્શને ચૈતન્ય સ્વરૂપે આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે, પરંતુ તેમાં નિત્યતા યા અનિત્યતાદિની માન્યતામાં એકાન્તપક્ષ હોવાથી સર્વથા સત્ય સિદ્ધ થઈ શકતાં નથી જ્યારે જૈન દર્શનમાં અનેકાન્તના સિદ્ધાન્તદ્વારા સાપેક્ષાએ એક જ આત્મામાં એકસાથે અન્ય વિપરીત દેખાતા બે ધર્મોને પણ સ્વીકારવામાં આવે છે.