________________
૭ સાપેક્ષપણે તત્ત્વજ્ઞાન પ્રરૂપક જૈનદર્શન
વિવિધ દાનિક તત્ત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્ત્વોને વિચાર કરીએ તેા માલુમ પડે છે કે જીવનુ સાચુ સ્વરૂપ તે બધામાંથી કોઈના ખ્યાલમાં આવ્યું નથી. અર્થાત્ આ બધાએએ શરીરમાં રહેલી ચેતનાને જીવ કહી દીધા છે, તે માત્ર સજ્ઞ ભગવાનેાના અનુકરણ રૂપ છે. અથવા માત્ર ખ્યાલરૂપ છે. પરંતુ જીવનુ` સાચુ' સ્વરૂપ વિચારીને, તેના જ્ઞાનગુણને જાણીને, તેની ચેતનાને સમજીને, તેને અનુભવીને, તપશ્ચાત્ જીવ શબ્દના પ્રયોગ કોઈ એ પણ કરેલા હાય તા તે એકમાત્ર જૈનદર્શને જ કરેલેા છે.
ઝવેરીના બાળક સાચા હીરાને હીરા કહે છે, અને હીરાસ્વરૂપે સમજે પણ છે. પર'તુ તેને તેલ, માપ, તેજ, તેનું મૂલ્ય, એમાંનું કશુ જ જાણતા નથી. તે બધુ તે જે ઝવેરી હાય તે જ જાણે છે. એ જ પ્રમાણે જૈનદર્શનાએ અને અન્ય દનાએ સ ખેાધેલા જીવ પરત્વે સમજવાનુ છે.
વાસ્તવિક રીતે જીવ એ શું છે? તે કેવા છે? તેનાં લક્ષણ શું છે? તેના ગુણેા કયાકયા છે? એ વાત જાણીને જેણે જીવ કહ્યો હાય એવું એક માત્ર સર્વજ્ઞ ભગવાન સિવાય બીજા કોઈના સબંધમાં બનવા પામ્યું નથી, સ્વરૂપ વિગેરેને જાણ્યા વિના જ અન્ય આસ્તિકે એ જીવને