________________
આમિક સ્વરૂપની ભિન્નતા
૧૦૩ કદાચ એમ કહો કે બાળકશરીરપરિમાણને પરિત્યાગ કરી, આત્મા, યુવકશરીરપરિમાણ ગ્રહણ કરે છે, તે શરીરની જેમ આત્મા પણ અનિત્ય બનશે. અને જો એમ કહો કે બાળકશરીરપરિમાણનો પરિત્યાગ કયાં વિના, આત્મા, યુવકશરીર પરિમાણ બની શકે છે, તે એ એક અસંભવિત વ્યાપાર છે, એમ કહેવું પડે. વળી છેલ્લે છેલ્લે ન્યાયાચાર્યો કહે છે કે જીવ જે દેહ પરિમાણ હોય તે શરીરને એકાદો અંશ ખંડિત થયેથી આત્મા પણ અમુક અંશે ખંડિત બને છે, એમ કબુલ કરવું પડે.
જૈનદાર્શનિકે આને જવાબ આપતાં કહે છે કે આત્મા, જ્યારે યુવકશરીરપરિમાણને ધારણ કરે છે, ત્યારે બાળક શરીરપરિમાણને પરિત્યાગ કરે છે, એમ ભલે સમજે. એમાં કંઈ અસંગત નથી. સાપ પિતાના નહાનકડા દેહને ફેણ વિસ્તારીને મોટો બનાવી શકે છે, તેવી રીતે આત્મા પણ સંકેચ અને વિસ્તાર ગુણના પ્રતાપે જુદા જુદા સમયે જુદા જુદા દેહ પરિમાણને ધારણ કરી શકે છે. વિભિન્ન અસ્વથા અથવા પયાર્ય જોતાં આત્માને પરિવર્તન છે, એમ કહી શકાય.
શરીરના ખંડનના સંબંધમાં નૈયાયિકે જે વધે લે છે, તેના જવાબમાં જેને કહે છે કે શરીર ખંડિત થવાથી આત્મા ખંડિત થતું નથી. ખંડિત થયેલા શરીરવંશમાં આત્માના પ્રદેશ વિસ્તાર પામે છે. ખંડિત શરીરાંશમાં અમુક અંશે આત્માનું અસ્તિત્વ ન સ્વીકારાય તે ખંડિત શરીરાંશમાં જે