________________
૧૦૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જીવ કહી દીધું છે. એટલે જ પરમ અધ્યાત્મ યેગી શ્રી આનંદઘનજી મહારાજે શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે –
એમ અનેક વાદીમત વિભ્રમ, સંકટ પડી ન રહે; ચિત્ત સમાધિ તે માટે પુછું, તુમ વિણ તત કેઈ ન કહે,
અર્થ—અનેક જુદા જુદા મતવાળાઓના જે દર્શનવાદ, તેની ભ્રાંતિ રૂપ કષ્ટમાં હું પડે છું, તેથી આત્મતત્ત્વ પામી શકે નથી, માટે મારા મનની શાંતિ અર્થે જ હું આપને પૂછું છું. આપ સિવાય કોઈ બીજા મતવાળા યથાર્થ આત્મતત્ત્વ કહી શકતા નથી.
વિવિધ દાર્શનિકોની આત્મા અંગેની માન્યતામાં તે તે આત્માને કેઈએ સર્વવ્યાપક કહ્યો તે બીજાએ અવ્યાપક કહ્યો. કેઈએ એકસ્વરૂપ કહ્યો તે બીજાએ અનેક રૂપે કહ્યો. કેઈનું મંતવ્ય ક્ષણિકત્વ વિષયક તે અન્યનું નિત્યત્વવિષયક છે. આમ અન્ય ભિન્નભિન્ન વાદ સ્વીકારી પરસ્પર એક બીજાના વાદને તેડવામાં તેઓ અનેક દૂષણે ન્યાયયુક્તિથી દેખાડે છે. આ પ્રમાણે અપેક્ષારહિત સ્વસિદ્ધા ન્તને સ્થાપન કરનાર, પિતાના પક્ષ કરતાં પ્રતિપક્ષી પક્ષને અસત્ય ઠેરાવે છે. જ્યારે જૈનદર્શન તે ભિન્નભિન્ન માન્યતાને પણ અપેક્ષાથી પોતાના પક્ષમાં સ્થાપન કરી અનેકાન્તપણે વિજય કરે છે. એકાંતપણે ઉઠેલા આવા અસંખ્ય વાદેને