________________
સમ્યગ્દર્શન
'
S
तत्त्वार्थ श्रद्धानं सम्यगू दर्शनम् ॥
અર્થ–પથાર્થરૂપથી પદાર્થોનો નિશ્ચય કરવાની જે રૂચિ, તે સમ્યગ્દર્શન છે.
અહિં સમજવું જરૂરી છે કે ધન, પ્રતિષ્ઠા આદિ સાંસારિક વાસના માટે થતી તત્વજિજ્ઞાસાનું પરિણામ તે સંસારવૃદ્ધિ જ હોવાથી તેવી જિજ્ઞાસાને સમ્યગ્દર્શન કહેવાય જ નહિ. પરંતુ આત્માની તૃપ્તિ માટે અને આધ્યાત્મિક વિકાસને માટે થતી તત્ત્વનિશ્ચયની રૂચિમાં જ સમ્યગ્દર્શન છે. આ સમ્યકત્વ તે નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે છે.
નિશ્ચયસમ્યકત્વ તે, આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થતા આત્માના પરિણામથી ફેયમાત્રને તાત્વિક રૂપમાં જાણવાની અને હેય (ત્યાજ્ય)ને છોડીદેવાની તથા ઉપાદેય (ગ્રાહ્ય)ને ગ્રહણ કરવાની રૂચિરૂપ છે. અને એવી રૂચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્વનિષ્ઠા, એ વ્યવહાર સભ્યત્વ છે.
આ સંસારમાં જેટલી વસ્તુઓ છે, તે સર્વને કંઈ અલ્પજ્ઞમનુષ્ય, પ્રત્યક્ષ યા અનુમાનથી જાણી શકતું નથી. કેટલીક વાતને તે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખીને જ માનવી પડે છે. એવી રીતે આત્મા, કર્મ, વીગેરે કેટલાક સૂક્ષ્મવિષયી પદાર્થોના સ્વરૂપને યથાર્થરૂપથી નિશ્ચય કરવાની. રૂચિ, કેવા પુરુષોએ પ્રરૂપિત તત્વજ્ઞાન દ્વારા કરવી તે આ પુસ્તકના પ્રારંભમાં જ “સત્યની શોધ નામે પહેલા પ્રકરણમાં વિચારાઈ ગયું છે.