________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૮૭ વેદાન્તનું બીજું નામ ઉત્તરમીમાંસા અને અદ્વૈતવાદ કહેવાય છે. આ દર્શનનું વલણ જગતના તમામ પદાર્થોના એકીકરણ તરફ છે. તે મતમાં પ ત્રહ્મ દ્ધિતી નાસ્તિ એવું વચન છે. એક બ્રહ્મવિના બીજું કંઈ નથી. આધ્યાત્મિકતત્ત્વ એક જ છે. અને સર્વત્ર સમાનરૂપે રહે છે. આત્મા એક અને અદ્વિતિય છે. અદ્વૈત બ્રહ્મ છે. અસંખ્ય જીવાત્માઓ તે એક માત્ર સત્ય અદ્વૈત બ્રહ્મના પરિણામ કિવા વિવર્તન માત્ર છે. બધા જેની અંદર એક પરમાત્મા બિરાજમાન છે. એક આત્મા સિવાય બીજો કોઈ સત્પદાર્થ નથી. અવિદ્યાના કારણે એક જ આત્મા, અનેક આત્માઓના રૂપમાં પ્રતિભાસિત. થાય છે. ટુંકમાં કહેવાનો મતલબ એ જ કે તેમની માન્યતાનુસાર પ્રત્યેક આત્માની સ્વતંત્ર સત્તા નથી.
તેમની આ માન્યતાનુસાર જીવની વિવિધતાને અસ્વીકાર કરવામાં આવે તે મુક્તિને પ્રશ્ન ઉકેલવે અશક્ય બને. કારણ કે બધા જ વસ્તુતઃ એકાન્ત અભિન્ન હોય તે એક જીવ મોક્ષે જતાં બધા જ ક્ષે પહોંચી જાય. અથવા તે જ્યાં સુધી એક પણ જીવ બંધનમાં પડે છે, ત્યાં સુધી. બીજાની મુક્તિ અસંભવીત બને.
વળી એક જીવના સુખે બધા જીવો સુખી થવા જોઈએ.. અને એ જ પ્રમાણે એક જીવના દુઃખે બધા જીવે એટલા જ દુઃખી બનવા જોઈએ. પણ એમ બનતું કે અનુભવમાં આવતું નથી. એટલે સુખ, દુઃખ, જન્મ, મરણ, બંધન, મુક્તિ વગેરે અનેક દશાઓના સંતોષપ્રદ સમાધાન માટે