________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ દુનિયાને મોટો ભાગ તે એ જ અનુભવ મેળવે છે, અને એ જ સિદ્ધાન્ત માને છે કે હું બીજા બધા કરતાં જુદો છું. સ્વતંત્ર છું. મારે બીજાં જડ-ચેતન સાથે સીધે સંબંધ નથી. ચરાચર વિશ્વમાં અસંખ્ય સ્વતંત્ર પદાર્થો - ભર્યા છે. આ રીતના સિદ્ધાન્તને છેક યુક્તિ રહિત હોવાનું આપણે કહી શકીએ જ નહિં. જેનદર્શન અને સાંખ્યદર્શન :
સાંખ્યદર્શન, આત્માનું અનાદિપણું તથા અનંતપણું સ્વીકારે જ છે. વિજાતીય પદાર્થને સમ્બન્ધથી આત્માને - સદા અને સર્વથા મુક્ત થવા રૂપ મેક્ષને પણ તે માને જ છે. પ્રાકૃતિક રૂપથી આત્માની સાથે સંલગ્ન એક વિજાતીય પદાર્થનું અસ્તિત્વ તેને સ્વીકાર્ય છે. વેદાન્તના અદ્વૈતવાદને નહિં માનવામાં સાંખ્યદર્શનને જનદર્શનની સાથે સમાનતા છે. વળી તે સાંખ્યદર્શન, જીવથી અલગ એવા અજીવતત્વના અસ્તિત્વને પણ સ્વીકાર કરે છે. આ પ્રમાણે જૈનદર્શનની સાથે સાંખ્યદર્શનનું કેટલાક દ્રષ્ટિકણથી સાદ્રશ્ય હોવા છતાં પણ અંદર તે ભારે ભિન્નતા છે.
સાંખ્યદર્શને અજીવતત્ત્વના અર્થમાં કેવળ એક પ્રકૃત્તિને જ માની છે. પરંતુ જૈનદર્શને, અજીવતત્વને પાંચ ભેદે બતાવ્યું છે, અને તે પાંચ ભેદ પૈકીનું પુગલ નામે અજીવતત્ત્વ, અનંતાનંત પરમાણુમય છે. સાંખ્ય, કેવલ બે તત્ત્વ જ સ્વીકારે છે. જ્યારે જૈનદર્શનમાં અધિક તત્ત્વ છે. સાંખ્યદર્શનમાં આત્માને નિર્વિકાર તથા નિષ્ક્રિય માનેલ છે, પરંતુ જૈનદર્શનનું