________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
કહેવુ એવું છે કે તેના સ્વભાવ એવા છે કે તે પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે ઉદ્યોગ કરે છે, એટલુ' જ નહિ પરં'તુ સાથે જ તે અનંત ક્રિયા શક્તિના આધાર છે.
૯૩
સાંખ્યદર્શીને આત્માએ અનેક માની પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન આત્મા માનેલા છે. છતાંય તે, જીવને અકર્યાં, અભેાક્તા, અને નિર્ગુણી માને છે. તેમનુ કહેવુ એવુ છે કે પુરૂષ (આત્મા) માંથી સત્ત્વ, રજસ અને તમસ્ એ ત્રણ ગુણુમય પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. તેમાંથી અહંપણા રુપ અહંકાર ઉત્પન્ન થાય છે. અને અહુકારમાંથી ચાવીસ તત્ત્વ ઉત્પન્ન થાય છે.
આ દાશિનકે પચીસ તત્ત્વા માને છે. તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, (સ્પર્શીન, રસના, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર), પાંચ કર્મેન્દ્રિય (વાયુ, ગુદા, મુખ, હાથ અને પગ), પાંચ ભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ), પાંચ તનમાત્રા (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ), તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ ચાવીસ તથા પચીસમું તત્ત્વ આત્મા છે.
વળી એ સાંખ્યદર્શન કહે છે કે જગતના વ્ય!પારા. સાથે આત્માને કંઈ લેવા દેવા નથી. પુરૂષ કાંઈ કરી શકતા નથી. તે કેવળ નિષ્ક્રિય અને અભેાક્તા છે. પ્રકૃતિ જ સૃષ્ટિ રચે છે. પુરૂષ ચૈતન્યમય છે. અને પ્રકૃતિ, કંઈક ચૈતન્યમય અને જડરૂપ છે. પ્રકૃતિ અને પુરૂષની ગડમથલ એ જ જગત, અને બન્નેના જુદાપણાનું ભાન તે મેાક્ષ. અધ અને માક્ષ.