________________
હ૫
આત્મિક સ્વરૂપની ભિન્નતા અને પિતાના મૂળરૂપને ભૂલીને જ્યારે બીજા રૂપમાં આવી જાય ત્યારે તે તેના સ્વભાવમાં પરિવર્તન થયું કહેવાય. વળી સુખ દુઃખ આદિ પરિણામને અનુભવ જડ પ્રકૃતિને થઈ શક્ત નથી. એ પરિણામ તે ચૈતન્યપૂર્વક છે. માટે એવી દશામાં પુરૂષને પરિણામી માનવો જ પડે છે. અને એ રીતે પરિણામવાદની સિદ્ધિની સાથેસાથે પુરૂષનું કર્તુત્વ પણ સિદ્ધ થઈ જાય છે. વળી સુખ અને દુઃખઆદિને અનુભવ, કિયા વિના થઈ શક્તો નથી. એટલે સુખ-દુઃખઆદિ, કિયા રૂપ જ હોવાથી તે અવસ્થામાં પુરૂષને અકર્તા અને નિષ્ક્રિય કહી શકાય જ નહિં. માટે આત્માનું કર્તુત્વ અને સક્રિય પણું સ્વીકારવું જ જોઈએ.
વળી પણ સાંખ્ય લોકો કહે છે કે પુરૂષ સ્વભાવતઃ ભક્તા નથી. ભકતૃત્વનું તે માત્ર આપણ જ કરવામાં આવે છે. કારણ કે જે સુખદુઃખ છે, તે તે બુદ્ધિ દ્વારા ગ્રહણ થાય છે. અને બુદ્ધિ તો પ્રકૃતિની છે માટે પુરૂષ તે સુખદુઃખને ભક્તા હોવાનું કલ્પના માત્ર છે.
સાખ્યાનું આ કથન પણ બરાબર બંધ બેસતું નથી. કારણ કે ભેગકિયા તે જડ બુદ્ધિમાં ઘટી શકતી નથી. તેને સંબંધ તે સીધે પુરૂષ સાથે છે. જેમ પરિણામ અને ક્રિયાને આશ્રય આત્મા જ હે જોઈએ, એજ પ્રકારે ભેગકિયાનો આશ્રય પણ આત્મા જ હોવું જોઈએ. માટે આત્માને અભોક્તા નહિં માનતાં ભક્તા હોવાનું માનવું જ પડે છે.
સાંખ્ય કહે છે કે પ્રકૃતિ-પરિણામવાળી બુદ્ધિમાં સુખદુઃખ સંક્રાંત થાય છે, અને શુદ્ધ સ્વભાવવાળા પુરૂષમાં એ સુખદુઃખનાં પ્રતિબિંબ પડે છે. આ બાબતને જવાબ