________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
નિયાયિક અનેક આત્માઓની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ રાખે છે. આ અનેકતાની દ્રષ્ટિથી જૈનદર્શનમાં તથા ન્યાયદર્શનમાં મતૈકય છે. પરમાણુ, દિશા, કાળ, ગતિ અને આત્માદિક તત્ત્વવિચારમાં જૈનદર્શન તથા ન્યાય દર્શનની વચ્ચે ઘણી રીતે સમાનતા છે. તેમ છતાં ઘણી બાબતે અંગે આ બંને દર્શનમાં ભિન્નતા પણ છે. જેનદર્શનની માફક ન્યાયદર્શનમાં યુક્તિ પ્રગને સારી રીતે સ્થાન હોવા છતાં બંનેની તત્ત્વવિચારણામાં બહુ જ ભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે.
સ્યાદ્વાદ અથવા સપ્તભંગ નય નામે જે યુક્તિવાદનો આવિષ્કાર જૈનદર્શનમાં જોવા મળે છે, તે ન્યાયદર્શનમાં નથી. વળી તૈયાયિકો આત્માનું અનેકત્વ સ્વીકાર કરતા હોવા છતાં આત્માની પ્રાપ્તિની અવસ્થાને વિપરીત રીતે દર્શાવે છે. તેઓ કહે છે કે આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થતું બંધ પડે તેને મિક્ષ કહેવાય છે.
આ ઉપરથી તે ઇંદ્રિયે અને પદાર્થોના સંગદ્વારા જે જ્ઞાન થાય છે, તેને જ તેઓએ એક માત્ર જ્ઞાન માન્યું. એ પ્રમાણે માનવાથી તે આત્માના સ્વરૂપદ્વારા જે જ્ઞાન થાય છે, તે જ્ઞાનને માનવાને અવકાશ જ રહેતો નથી. પ્રત્યક્ષ ઇદ્રિને પદાર્થને સ્પર્શ થાય અને તેથી જ જાગૃતિ થાય, તે જ એકલું જ્ઞાન હોય, અને બીજાને જ્ઞાન માનવાની ના પાડવામાં આવતી હોય તે આત્માના સ્વભાવદ્રારા સેંકડે -વસ્તુઓનું જ્ઞાન થાય છે, એ સઘળા જ્ઞાનને આપણે ફેકી દેવું પડે છે. આ રીતે તે ન્યાયવાદીઓની જ્ઞાનઉત્પત્તિના અભાવે મેક્ષપ્રાપ્તિની માન્યતા નકામી છે..