________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો ઘણીખરી જગ્યાએ કહેવું પડ્યું છે કે આકાશ (દિશા) અને કાળને પણ પોતાની સ્વતંત્ર સત્તા છે. તે ઉપરાંત ડેમોકિટસથી માંડી આજ સુધીના બધા જ વૈજ્ઞાનિકોએ પરમશુની પણ અનાદિતા અને અનંતતા માની છે. પણ સાંખ્યદર્શનકાર અને ગદર્શનકાર તે દિશા, કાળ અને પરમાણુની અનાદિ-અનંતતા માની શકયા નથી. જનદર્શન અને ન્યાયદર્શન :– | ન્યાયદર્શનનું મુખ્ય વલણ તર્કશાસ્ત્રનું વિજ્ઞાન રજુ કરવા તરફ હોવાથી આ દર્શનકારે સેળ પદાર્થોના જ્ઞાનથી તત્વજ્ઞાન થવાનું માને છે. તે સોળપદાર્થો નીચે મુજબ છે.
(૧) પ્રમાણ (જ્ઞાનનું કારણ) (૨) પ્રમેય (પ્રમાણથી જાણવા ગ્ય), (૩) સંશય (અનિશ્ચિતજ્ઞાન), (૪) પ્રજન (સાબીત કરવાગ્ય), (૫) દ્રષ્ટાંત (બનેને કબુલ દાખ), (૬) સિદ્ધાંત (બંનેયને કબુલનિર્ણય), (૭) અવયવ (પરાર્થ અનુમાનના અંગે, (૮) તક (નિર્ણય માટે ચિંતન), (૯) નિર્ણય (નિશ્ચય), (૧૦) વાદ (વાદી–પ્રતિવાદીની ચર્ચા), (૧૧) જલ્પ (વાઢીને જીતવા પ્રપંચભરી વાણી, (૧૨) વિતંડા (સામાપક્ષના દૂષણ જ કાઢવા), (૧૩) હેત્વાભાસ (ખોટા હેતુઓ), (૧૪) છળ (Gધો અર્થ કરી હરાવવાનો પ્રપંચ (૧૫) જાતિ (નિર્દોષ હેતુને સદોષ બતાવ), (૧૬) નિગ્રહ સ્થાન (ખંડનોગ્ય વાદીની ગફલત–ભૂલ), આ સળ પદાર્થો વડે તત્ત્વજ્ઞાન થવાથી મોક્ષ મળે છે. એમ ન્યાયદર્શનકારનું માનવું છે.