________________
૯૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
આપતાં જૈન દર્શન કહે છે કે પદાર્થનું એક પરિણામ અર્થાત્ વિકૃતિને નહિં સ્વીકારે તે પ્રતિષિ’બના ઉદય પણ અસભવિત બનશે. સ્ફાટિકમાં જે પ્રતિબિંબ પડે છે, તેથી સ્ફાટિકનું પરિણામ માનવું પડે છે. એવી રીતે જો પુરૂષમાં સુખ દુઃખ પ્રતિબિ પામતાં હોય તે તે દ્વારા પુરૂષમાં પણ અમુક પ્રકારનું પરિણામ થતું હાવાથી કેટલેક અંશે ભેાકતૃત્વ છે, એમ કબુલ કરવુ` જ પડે. વળી પિરણામ છે, તેથી પુરૂષનુ કર્તૃત્વ પણ સ્વીકાર્યા વિના ન જ ચાલે. આમ હેાવાથી જ જેના જીવને કર્તા તેમજ સાક્ષાત ભેાક્તા માને છે.
જૈનદર્શન કહે છે કે દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ પુદ્ગલ છે. તે પુદ્ગલ, જડ દ્રવ્ય છે. જૈન દર્શનમાં માન્ય પાંચ અજીવ (જડ) પદાર્થોં પૈકીનુ પુદ્દગલ એ એક સ્વતંત્ર દ્રવ્ય છે. જગતના પ્રત્યેક દ્રશ્ય-પદાર્થાં તે પુદ્ગલની જ વિશિષ્ટ રચના છે. આ રીતની વિશ્વ વ્યવસ્થામાં જીવ અને પુદ્ગલ, એ બન્નેને હિસ્સો છે. દુનિયામાં પુદ્દગલનુ અસ્તિત્વ નહિ' હેતાં એક માત્ર આત્મા જીવ યા ચેતનનુ" જ, અગર જીવ નહિ હોતાં એક માત્ર પુદ્દગલનુ જ અસ્તિત્વ હાત તા આ દ્રશ્ય જગત જ હાત નહિ. ઉપાદાનકારણ પુદ્દગલ દ્રવ્યમાંથી જીવના પ્રયત્ન વડે જ વિવિધ અવસ્થાવ ત દ્રશ્ય જગતનું અસ્તિત્વ વર્તે છે. માટે જ આત્મામાં કતૃત્વ અને ભેાકતૃત્વ માનવું જ પડે છે.
સાંખ્ય દર્શનમાં આત્મા અને પ્રકૃતિ એમ બે તત્ત્વા જ માનવામાં આવ્યાં છે. છતાં વિશ્વનું ઉપાદાન કારણુ પ્રકૃતિને જ માન્યું છે. એ
પ્રકૃતિ
જ