________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૯૭
સૃષ્ટિ રચે છે. પુરૂષ (આત્મા) આમાં કઈ કરી શકતા નથી. જગતના વ્યાપારો સાથે પુરૂષ (આત્મા)ને કઈ લેવા દેવા નથી.
પરંતુ ચેતન (પુરૂષ-આત્મા)ના પ્રયત્ન વિના જડવસ્તુમાંથી દ્રશ્ય જગતનું નિર્માણ થતુ હાવાની સાંખ્યમાન્ય હકિકત બિલકુલ બુદ્ધિગમ્ય અને સ`ગત થઈ શકતી નથી. વળી સાંખ્યઢ ને આત્માને ચૈતન્યસ્વરૂપે જ માન્યા હેાવાથી પ્રકૃતિને જડ સ્વરૂપેજ મનાય, કારણ કે પ્રકૃતિને જડસ્વરૂપે નહિં માનતાં ચૈતન્ય સ્વરૂપે માનીએ તે આત્મા અને પ્રકૃતિની ભિન્નતા ઉડી જાય. એટલે જડસ્વરૂપ પ્રકૃતિતત્ત્વમાંથી ચૈતન્યના પ્રયત્નવિના દ્રશ્યજગતનું નિર્માણ સ્વીકારી શકાય જ નહિ.
જૈનદર્શનની માન્યતાનુસાર સાંખ્યદર્શીને કહેલ પ્રકૃતિને, જૈનદર્શનમાં દર્શાવેલ પાંચ અજીવ (જડ) પદાર્થોં પૈકી એક અમુક જ પ્રકારના પુદ્ગલદ્રવ્ય સ્વરૂપે જ એળખાવી શકાય. જેથી જૈનદનને માન્ય આકાશ, કાળ અને પરમાણું કે જે સાધારણ માનવીની દ્રષ્ટિએ પણ અનાદિ અને સ્વતંત્રસત્પદા છે, તેના અસ્તિત્વના ખ્યાલ, સાંખ્યદર્શીનને આવી શકે જ નહિં. જો કે પરમાણુ. એ પુદ્ગલદ્રવ્યના જ પર્યાય હાવા છતાં, સાંખ્યદર્શને પુદ્ગલ દ્રવ્યના તાત્ત્વિક નિર્ણય કરવામાં ખાસ લક્ષ નહિ' આપતાં આ બધુ... પ્રકૃતિની વિકૃતિ છે, એમ માની છૂટી ગયા છે.
આકાશ અને કાળને મનુષ્યના મનનેા સંસ્કાર માત્ર જ કહેનાર જર્માંન દાનિક “ કાન્ટ"ને પણ અંતે તે
७