________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
નૈયાયિકના મત પ્રમાણે ઈચ્છા દ્વેષ, પ્રયત્ન, જ્ઞાન, સુખ વિગેરે આત્માના ગુણ છે. એટલે જ્ઞાનાદિચુણા આત્મા સાથે સંકળાયેલા ખરા, પણ સ્વરૂપે અને સ્વભાવે આત્મા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય તે આત્માના સ્વભાવ નથી. આથી ન્યાયદર્શીનના મતપ્રમાણે આત્મા, સ્વરૂપે કરી અજ્ઞાન, અચેતન અથવા જડસ્વરૂપ છે.
૧૦૦
વળી તૈયાયિકા બીજી એક વાત કહે છે કે જેમ આત્મા જ્ઞાનાદિ ગુણાથી સ્વતંત્ર છે, તેમ તે પર્યાયાદિ દ્વારા અરિતિત છે. જ્ઞાનની સાથે સંબંધ રહે યા ન રહે, આત્મા હુંમેશાં ફૂટસ્થ છે, અપિરણામી છે.
ત્રીજી એક વાત તેઓ એવી મતલબની કહે છે કે આત્મા સવ્યાપક અને સંગત છે. કારણ કે મૂળ તે જડસ્વરૂપ હોવાથી સર્વવ્યાપક ન હોય તેા પછી આત્માને જગતના પદાર્થા સાથે સયેાગ કે સંબધ સભવે નહિ' અને આત્મા સર્વાંગત ન હોય તેા વિવિધ દિશાઓમાં અને દેશેામાં રહેલા પરમાણુ સમૂહની સાથે એને સયેગ કેવી રીતે સભવે ? અને એ પ્રમાણેના સંચાગ અસવિત હોય તે શરીરાદિની ઉત્પત્તિ પણ અસંભવિત જ અની જાય. માટે આત્મા સબ્યાપક છે.
ન્યાય દર્શનની ઉપરોક્ત ત્રણે બાબતેની દલીલો પૈકીની એક પણ દલીલ આપણે સ્વીકારી શકીએ નહિ. કારણ કે આત્મા જે જડપદાર્થ હોય તે તેનાથી પદાર્થ પરિચ્છેદ અસ‘ભવિત અને. એટલે કે તેને પદાર્થનુ જ્ઞાન થાય નહિ.