________________
૯૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે એ પ્રકૃતિને સ્વભાવ છે. પુરૂષને સ્વભાવ નથી. વળી આ સાંખ્યદર્શન, ઈશ્વર કતૃત્વને પણ માનતું નથી.
હવે આ સાંખ્યદર્શનકારની માન્યતા મુજબ પુરૂષમાં કત્વ જેવું કંઈ નથી, તે પછી બંધ અને મોક્ષ એ બધું કેને માટે? પુરૂષ જે એકાંતે અકર્તા હોય તે એને કઈ પણ પ્રકારને અનુભવ જ થાય નહિં. પણ “હું સાંભળું છું, હું સુવું છું, એવી પ્રતીતિ તે આપણને સૌને થાય છે. એટલે આત્માનું અકર્તુત્વ અનુભવથી વિરુદ્ધ છે. વળી કદાચ તેઓ એમ કહે કે હું સાંભળું છું, હું સુંઘું છું, એ પ્રકારની પ્રતીતિ તે અહંકારમાંથી ઉપજે છે, તે તેમનું એ કથન પણ વ્યાજબી નથી. કારણ કે તેઓ અનુભવને અહંકારપ્રસુત નહિં માનતાં પુરુષકાર્ય તરીકે ઓળખાવે છે. એટલે એ રીતે પણ પુરુષનું કર્તત્વ કબુલ રાખવું જ પડશે.
સાંખ્યદર્શનની ધારણ અનુસાર સુખ, દુઃખ આદિ જેટલીએ માનસિક ક્રિયાઓ છે, તે બધી પ્રકૃતિના કારણે જ છે. પુરૂષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. આ પ્રતિબિંબના કારણે એ સમજે છે કે સુખ દુઃખ આદિ મારા ભાવ છે.
આના પ્રત્યુત્તરમાં સમજવું જોઈએ કે પુરુષ જે પિતાનું મૂળસ્વરૂપ ભૂલી જઈ સુખ દુઃખ આદિને પિતાનું સમજવા લાગે છે, તે એને અર્થ એ થયો કે એના મૂળરૂપમાં એક પ્રકારનું પરિવર્તન થઈ ગયું ગણાય. સુખ–દુઃખ આદિ જે વાસ્તવમાં તેનાં નથી તે તેને પોતાનાં સમજવાનું પિતાના અસલરૂપને છેડયા વિના કદી બની શકતું નથી.