________________
૮૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે વેદાન્ત અને જૈનદર્શન –
આત્મા છે, આત્મા સત્ય છે, એ કોઈએ સજવેલે પદાર્થ નથી, એ અનંત છે, જન્મ-જન્માંતર પામે છે, સુખ–દુઃખ ભોગવે છે. પરંતુ વસ્તુતઃ તે એક અસીમ સત્તા છે. જ્ઞાન અને આનંદસંબંધે અસીમ અને અનંત છે. વેદાન્તદર્શનને એ પ્રતિપાઘ વિષય છે.
એ રીતે આત્માનું અસમત્વ તેમ જ અનંત્વને સ્વીકાર કરવામાં વેદાન્તદર્શન તથા જૈનદર્શન, એ બંને અવિરોધદર્શન તરીકે ખ્યાતિ પામે છે. બૌદ્ધદર્શનના ક્ષણિકવાદ અને શૂન્યવાદને નહિં સ્વીકારવામાં અને આત્માની સત્તાની. ઉદ્ઘેષણ કરવામાં જન અને વેદાન્ત એક થઈ જાય છે. તેમ છતાં તે બંને અભેદ નથી. કારણ કે વેદાન્તદર્શન તે જીવાત્માની સત્તા સ્વીકારી એટલેથી જ અટકતું નથી. તે એક ડગલું આગળ વધી ખુલ્લી રીતે કહે છે કે જીવાત્માએની વચ્ચે કંઈ ભેદ નથી. વેદાન્ત મતાનુસાર આ ચિચિન્મયવિશ્વ એ એક અદ્વિતિય સત્તાને વિકાસ માત્ર છે. | વેદાન્તને મેવાતિયમ્ વાદ અતિગંભીર અને જમ્બર છે. સામાન્ય માનવી, જીવાત્મા નામે એક સત્તા છે, એટલે અનુભવ કરી શકે છે. પરંતુ માણસ-માણસની વચ્ચે એકાન્ત કંઈ ભેદ નથી, વળી પણ બીજા નજરે દેખાતા પદાર્થોમાં કોઈ પ્રકારને ભેદ નથી, આ વાત જૈનદર્શનને
સ્વીકાર્ય નહિં હોવાથી જૈનદર્શન તથા વેદાન્ત દર્શનની માન્યતામાં અહિં ભિન્નતા ઉપસ્થિત થઈ જ જાય છે.