________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે ક્ષણિક કહી શાસે નહિ,
વળી ઓગણપચાસ દિવસ સુધી બુદ્ધદેવ સમાધિનું સુખ અનુભવ્યાની વાતમાં પણ વિચારવા જેવું છે કે આત્માને ક્ષણવાર સ્થાયી માનવાથી જે સુખ અનંત આત્માઓએ ભગવ્યું તે બુદ્ધદેવે ભગવ્યું, એમ કહેવું છે તે અસત્ય છે. કેમકે આત્માને ક્ષણિક માનવાથી તે વાત ઘટતી નથી.
વળી બૌદ્ધો ચૈત્યવંદનામાં માને છે. એટલે તેમના ધર્મમાં ચૈત્યવંદના એક પુન્યકાર્ય છે. અને તેનાથી સારું ફળ. મળે છે. પણ તેમની ક્ષણિક માન્યતા મુજબ જે ચૈત્યવંદન કરે છે, તે કરનારે બીજીક્ષણે નહીં હોતાં બદલાઈ જાય છે. તે પછી તે ચિત્યવંદનનું ફળ કેણ ભગવશે ? એટલે બનશે એવું કે કરશે એક અને ભગવશે બીજે. માટે ર્યાવિન પણ ભેગવવું પડે અને કરેલું નિષ્ફળ જાય, એ બે સિદ્ધાન્તોથી ક્ષણિકવાદને સિદ્ધાન્ત દૂષિત કહેવાય. જેથી ક્ષણિકવાદ તે ખરું જોતાં કર્મફળવાદના મૂળમાં જ કુહાડો મારે છે. માટે આત્માને ક્ષણિકવાદને સિદ્ધાન્ત ઘટી શકતું નથી.
વળી આપણે બૌદ્ધદર્શનને જ્યારે એમ પૂછીએ કે આપણે કેણ? તમે જેને પરમપદ તરીકે ઓળખાવે છે,
અને જેને સાધ્ય માને છે, તે શું છે? તેને જવાબ સાંભળીએ તે આપણે આશ્ચર્યમુગ્ધ જ બનવું પડે.
તે કહે છે કે “આપણે એટલે શૂન્ય” અર્થાત્ કંઈ નહિં. ત્યારે શું આપણે સદાકાળ અંધકારમાં જ અથડા