________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
૮૯
દેવવાદને માટે પ્રવત્તક ગણાય છે. સુપ્રસિદ્ધ હેગલ, શેપન હાર વગેરે જન દાનિકે “ પાન—થિ ઈસ્ટ વિશ્વદેવવાદનું મૂળસૂત્ર એ છે કેઃ—
""
મનાય છે.
“ જીવ કે અજીવ-જગતના બધા પદાર્થો એકાન્ત સત્ છે. અને સમાત્ર ઇશ્વરના વિકાસ તથા પરિણતિરૂપ છે. ઇશ્વર સિવાય બીજું કંઈ જ નથી. જૂજવા જીવા તમને ભલે દેખાય પણ મૂળમાં તેા એક છે. ઇશ્વરની સત્તાને લીધે જ સૌ સત્તાવાન છે. ઈશ્વરના પ્રાણે જ બધા પ્રાણવાન છે. અસ, એક ઇશ્વર છે; બાકી બીજું કંઈ જ નથી. જગત જીદુ' છે, એક પૃથક્ સત્તા છે, એ ભ્રમણા છે.”
આ “ પાન—થિ–ઈઝમ ”ના યુક્તિવાદમાં રહેલા દોષા ઘણા દાનિકોએ વીણી કાઢયા છે. જગતની વસ્તુએ અને ભાવનાઓનું સ્વરૂપ નક્કી કરવું એ તત્ત્વવિદ્યાનેા ઉદ્દેશ છે. એવા પ્રયત્નામાંથી દશન જન્મે છે. વિશ્વદેવવાદ જગતની પ્રકૃતિ નક્કી કરવાને બદલે ઉલટા જગતને જ મૂળમાંથી ઉડાવી દે છે. સંસારની એની વ્યાખ્યા કેટલી વિચિત્ર છે. જગતની વસ્તુએ અને ભાવનાઓની સત્યતા પણ સ્વીકારવાની એ, ના, પાડે છે. આ વાત કને ગળે ઉતરે ? જગતના આટલા બધા પદાર્થાંમાં કોઈ પ્રકારના રૂપભેદ નથી, બધા જ કોઈ એક મહાસત્તા વિકાસ માત્ર છે, બધા એક છે, આ સિદ્ધાન્ત શું પ્રત્યક્ષવિરૂદ્ધ જેવા નથી લાગતા ? વસ્તુતઃસઘળા જીવા એક મહા સામાન્યના વિકાસ માત્ર હાય તા પછી 4 સ્વાધીન ઇચ્છા” જેવું શું રહ્યું ?