________________
૮૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી અત્યંત આવશ્યક છે.
બ્રહ્માતના મતે તે બંધ, મેક્ષ કે ધર્માધર્મ જેવું કંઈ રહેતું નથી. વળી વેદાન્ત કહે છે કે બંધને સંભવ નથી. બંધ, મેક્ષ, એ બધું કાલ્પનિક છે. બ્રહ્મશુદ્ધ છે. તેમાં બંધને સંભવ નથી.
પરંતુ આત્માને અબંધ માનતાં છતાં કિયા કરવાપણું તે તેમનામાં છે. કરેલ ક્રિયાનું ફળ ભોગવવાનું જ હોય. એટલે ક્રિયા કરવી અને આત્માને અબંધ માનવે એ બને વાત એકી સાથે ઘટી શકતી નથી. જે અબંધ માનીએ તે પછી કરેલ કિયાનું ફળ કેણ ભેગવશે? માટે આત્મામાં બંધ–મેક્ષ માનવો જ પડશે. પાશ્ચાત્ય વિદ્વાનોનો વિશ્વદેવવાદ
પાશ્ચાત્ય વિદ્વાનોમાં પણ થોડા એવા દાર્શનિકે છે કે જે સરજનહાર તથા જીવ એ બેને જુદા પાડી નાખવાથી સરજનહાર પોતે બહુ હાને બની જાય એમ માને છે. એટલે તેઓ ઈશ્વર સિવાય બીજી કોઈ સત્તા કે સત્ત્વને અસ્વીકાર કરે છે. આ દાર્શનિક “પાન થિ-ઈસ્ટ”ના નામે ઓળખાય છે, પ્રાચીન ગ્રીક દાર્શનિક પામેનેડિસ તથા ઈલિયાટીક સંપ્રદાયના દર્શનમાં “પાન–થિ-ઈઝમને આભાસ મળે છે.
પ્લેટોના સિદ્ધાંતને એરિસ્ટોટલે જે નવું રૂપ આપ્યું તેમાં પણ આ પાન-થિ-ઈઝમ અથવા “વિશ્વદેવવાદ” ભર્યો છે. મધ્યયુગમાં આભારેઈસ બહુ વિખ્યાત “વિશ્વદેવવાદી” હતું. તત્વદર્શી-ચૂડામણિ સ્પિનેઝા વર્તમાન યુરેપને વિશ્વ