________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ બૌદ્ધો કહે છે કે પ્રત્યેક પળે વિજ્ઞાનને ઉદય અને વળી લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કઈ સપદાર્થનું અસ્તિત્વ જ નથી. એક પળે જે વિજ્ઞાન કાર્ય રૂપે હોય છે, તે જ પાછું બીજી પળે બીજા વિજ્ઞાનના કારણરૂપ બને છે, પુનઃ તે બીજું કાર્યરૂપ વિજ્ઞાન, તે પછીને વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પર ભિન્ન ક્ષણિક વિજ્ઞાનસમુહની અંદર પરંપરારૂપે કાર્ય– કારણ ભાવ રહે છે. બૌદ્ધો એને વિજ્ઞાનપ્રવાહ કહે છે. વિજ્ઞાનસંતાન પણ કહે છે. આ પ્રવાહરૂપી વિજ્ઞાનસંતાન સિવાય, આત્મા કે જીવ જેવી બીજી વસ્તુ નથી. તેમના મત પ્રમાણે સંસાર એ નિરંતર એકધારે વહેતે વિજ્ઞાન પ્રવાહ છે. અજ્ઞાનમાંથી સંસ્કાર, સંસ્કારમાંથી વિજ્ઞાન, વિજ્ઞાનમાંથી નામ અથવા ભૌતિકદેહ, પછી વિશે, વેદના, તૃષ્ણા, ભય, જન્મ, જરા, મૃત્યુ, વિગેરે કમબદ્ધ જન્મે છે.
બોદ્ધોના આ નિરાત્મવાદ સામે પહેલે વધે તે એજ છે કે ક્ષણિક વિજ્ઞાનસમૂહના મૂળમાં કઈ પણ નિયામક સત્પદાર્થ નથી. પરંતુ બે વસ્તુને જોડનારૂં જે કંઈ ન હોય તે ત્યાં એ બન્ને છૂટી પડી જાય એ સમજાય તેવી વાત છે. એટલે વિજ્ઞાનપ્રવાહ અસંભવિત બને.
આત્મા ન હોય તે ક્ષણિકવિજ્ઞાન સમૂહને વિષે કમવ્યવસ્થા કે શૃંખલા શી રીતે જળવાય? અને શંખલા ન હોય તે સ્મૃતિ (પ્રથમના અનુભવને પુનઃ પ્રબંધ) અને પ્રત્યાભિજ્ઞા (આ તે જ છે) શી રીતે સંભવે ?