________________
આત્મિક સ્વરૂપની ભિન્નતા
કેટલીક બાબતમાં બૌદ્ધ, વેદાન્ત, સાંખ્ય, ન્યાય, આદિ દર્શનેથી જૈનદર્શનનું સમાનપણું દેખાવા છતાં વાસ્તવમાં તે એક સ્વતંત્રદર્શન છે. તે પિતાના બહુવિધ તત્ત્વના વિષયમાં પોતાનું સંપૂર્ણ તથા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જેન તથા બૌદ્ધ –
જીવનાં સુખદુઃખ તે કર્માધીન છે. જે કંઈ કરીએ. અને જે કંઈ કર્યું છે, તેના લીધે જ સુખદુઃખ પમાય છે અસાર અને માયાવી ભેગવિલાસ, પામર જીવેને મુંઝવી મારે છે. સંસારી સુખની પાછળ દોડનાર જીવ, જન્મ અને જન્માંતરની ઘટમાળમાં સપડાય છે. આ વિસમ દુઃખ-કલેશમાંથી. છૂટવું હોય તે કર્મનાં બંધનને ત્રાંડવાં જોઈએ. કર્મની સત્તામાંથી છૂટવા માટે પહેલાં તે કુકર્મની જગ્યાએ સુકર્મ સ્થાપવાં જોઈએ. અર્થાત્ ભેગલાલસાના સ્થાને વૈરાગ્ય, તપ અને જપ, તથા હિંસાને બદલે અહિંસા વિગેરે આચરવાં જોઈએ. આ પ્રકારની માન્યતા તે જૈન ધર્મ અને બૌદ્ધધર્મમાં સમાન જ છે. વળી અદ્વૈતવાદને અમાન્ય કરવામાં, ચાકમતના ઈન્દ્રિય ભેગવિલાસને ઝાટકવામાં, જૈન અને બૌદ્ધ દર્શન, એ બન્ને એક જ મત ધરાવે છે. પરંતુ એ રીતે બહારથી તેઓ સમાન દ્રષ્ટિગોચર હોવા છતાં જૈનદર્શન અને બૌદ્ધદર્શનમાં બહુ જ મોટો ભેદ છે. બૌદ્ધદર્શનની અહિંસા તથા ત્યાગને આગ્રહ સમજી શકાય છે. કર્મબંધનને છેદવાની વાત પણ વાસ્તવિક છે. પરંતુ આત્મઅસ્તિત્વની માન્યતામાં બૌદ્ધોનું વલણ ભિન્ન પ્રકારનું છે,