________________
કાર્ય-કારણભાવ
૭૮ રહી ભવસાગરમાં ડુબેલા રહે છે. માટે આચારપૂર્વકનું જ્ઞાનજ જીવને સંસારમાંથી તારનાર છે. એવી રીતે જ્ઞાન ન હોય તે પણ જીવન, એગ્ય રીતે ઘડાતું નથી. અર્થાત્ યથાર્થ આચારની આચરણ માટે જ્ઞાન અગર જ્ઞાનીની નિશ્રાની આવશ્યકતા રહે જ છે. માટે જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને કિયા અર્થાત્ સમજ અને જીવન શુદ્ધિની પ્રવૃત્તિ, એ બંને જીવનના છૂટા છૂટા છેડાએ છે. એ બને છેડાઓ યેગ્યરીતે ગેઠવાય, અમલી બનાવાય, તે જ ફળદાયક બને છે. અન્યથા ફળદાયક બનતા નથી. આ બાબતમાં અંધપંગુ ન્યાય પ્રસિદ્ધ છે.