________________
કાર્ય-કારણભાવ
૭૭ '
જ્ઞાનમાં શ્રદ્ધાને રસ પુરાય છે, ત્યારે તે બન્ને એક રસ બને છે. જેમ દુધમાં સાકર મળે, તેમ જ્ઞાનમાં મળેલી શ્રદ્ધા એ જ્ઞાનનું વિશિષ્ટ બળ છે. એ પ્રકારનું જ્ઞાન કલ્યાણ સાધનાની મુખ્ય આધારભૂમિ બને છે. એ પ્રકારનું જ્ઞાન જ સમ્યગ્દર્શન છે. ત્યાં દર્શનને (શ્રદ્ધાન) જ્ઞાનમાં સમાવેશ છે. “જ્ઞાન વિશે સર્ચમ્” એમ પુર્વકાલીન મૃતધર રૂષિઓનું કથન છે.
ચારિત્રમાર્ગમાં જ્ઞાનની અપૂર્ણતા, શ્રદ્ધા (સમ્યદર્શન)થી પુરીને પણ આગળ વધી શકાય છે. જેમ જેમ અનુભવ જ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય તેમ તેમ શ્રદ્ધાનું ક્ષેત્ર વધતું જાય છે. જોકે શ્રદ્ધાની ઘનિષ્ઠતા વધતી જાય છે. અને જયારે અનુભવજ્ઞાન પુર્ણતાએ પહોંચે છે, ત્યારે શ્રદ્ધા પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી અનુભવજ્ઞાનમાં લય પામી જાય છે.
કઈ બાબતના અસ્તિત્વના સંબંધમાં અને કોઈ કાર્ય કારણ ભાવના સંબંધમાં સદેહને માટે કિંચિત્ પણ અવકાશ રહેતું હોય ત્યાં શ્રદ્ધા રાખવાનો કે ન રાખવાને પ્રશ્ન આગળ આવે છે, પરંતુ જયારે તે બાબતનું પ્રત્યક્ષરીતે કે પ્રગ સિદ્ધપણે અનુભવજ્ઞાન થાય છે, ત્યારે શ્રદ્ધા હોવાને કે ન હવાને પ્રશ્ન ઉઠતું નથી. આ રીતે પણ શ્રદ્ધા (સમ્યગ્દર્શન) ને સમાવેશ જ્ઞાનમાં થઈ જતો હોવાથી “જ્ઞાન ક્રિાચાખ્યાં મોક્ષ :” અર્થાત્ મોક્ષના સાધન તરીકે જ્ઞાન અને કિયા એ. બેને જ પણ લઈ શકાય છે.
આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર પ્રણીત સન્મતિ પ્રકરણના તૃતિય કાંડની ગાથા-૬૮માં એકલાજ્ઞાન અને એકલી.