________________
૭૫
કાર્ય-કારણભાવ રૂપે બનાવવા માટે સમ્યકત્વની પ્રાપ્તિ અનિવાર્ય ગણાવી, ચારિત્રનીપુર, સમ્યકત્વ પ્રાપ્તિના ટાઈમથી જ આધ્યાત્મિક વિકાસને પ્રારંભ ગણાવ્યું છે. તેના પહેલાંના ગુણસ્થાનકવત્તી જ તે અનુક્રમે મિથ્યાત્વી, સમતિથી પતિત, અને સમ્યગૂમિથ્યાત્વના મિશ્રભાવી, ગણાય છે.
ચેથા ગુણસ્થાનક બાદ દેશવિરતિ (મર્યાદિત સંયમી જીવન), સર્વવિરતિ (વ્યાપક સંયમી જીવન), અપ્રમત્તમહાત્મજીવન, અને પછી ઉચ્ચશ્રેણિનું યેગી જીવન, એ પ્રમાણે પ્રગતિકમના પથ પર, સાધક જેમ જેમ ક્રમશઃઆગળ વધે છે, તેમ તેમ તેના સમ્યફચારિત્રને વિકાસ ઉત્તરોત્તર અધિકાધિક સધાતે જાય છે. અને છેવટે એ બધા વિકાસનું પુર્ણરૂપ, ક્ષાયિકચારિત્રને પ્રાદુર્ભાવ થાય છે. પછી અંતમુહર્ત માત્ર કાળમાં ક્ષાયિકભાવનું જ્ઞાન અને દર્શન અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. અને તે સમયે આત્મિકવીર્યલબ્ધિ પણ ક્ષાયિકભાવે વતી રહે છે.
ગુણસ્થાનકમારેહ તે મોક્ષ મહેલ ઉપર પહોંચવાને પગથીની નસરણી છે. તેમાં કોઈ હળવે તે કેઈ ઉતાવળે એમ યથાશક્તિ આગળ વધવાને પ્રયત્ન કરે છે. ભાન ભૂલી જવાથી અર્થાત્ શ્રદ્ધા અને ચારિત્રથી ચૂકી જવાથી ચડતાં ચડતાં આગળ વધેલા પણ નીચે ગબડી પડી જઈ ચારિત્ર. અને સમ્યકત્વ એ બનેથી ભ્રષ્ટ થાય છે. સમ્યકત્વથી ભ્રષ્ટ. થયેલાનું જ્ઞાન પણ અજ્ઞાન બની જવાથી તે જ્ઞાનથી પણ ભ્રષ્ટ થયેલું ગણાય છે.