________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે ઠેઠ અગ્યારમા પગથીઓ સુધી પહોંચેલાઓને પણ મેહને ફટકે લાગવાથી કેટલાક તે માત્ર ચારિત્રથી જ ભ્રષ્ટ થઈ, સમ્યકત્વ સુધી તે ટકી શકે છે. અને કેટલાક તે ચારિત્ર અને સમ્યકત્વ એ બન્નેથી ભ્રષ્ટ થઈ-પતિત થઈ એકદમ નીચે એટલે મિથ્યાત્વરૂપ પગથીએ આવી પડે છે. માટે જ ભગવાન શ્રી મહાવીરદેવે ગૌતમસ્વામીને સંબોધીને જીને સમર્થ જોય! મા પમાયણ (ગાયમ ! મ કર પ્રમાદ) એ પ્રકારને સુન્દર ઉપદેશ કર્યો છે.
મેહનો ક્ષય નહિં કરતાં મેહના ઉપશમપૂર્વક આગળ વધી અગ્યારમાં ગુણસ્થાને પહોંચેલાને તે નીચે પડવાનું થાય જ છે. પરંતુ આઠમે અને નવમે પગથીએ મેહના ઉપશમની નહિ, પણ ક્ષયની પ્રક્રિયાને પ્રારંભ થઈ જાય, તે પછી નીચે પડવાનું અસંભવિત બની જાય છે. એટલે તે આત્મા, દશમાં ગુણસ્થાનકથી સીધે બારમું ગુણસ્થાનક પામે છે. પછી તે પડવાનું બિસ્કુલ અસંભવિત બની જવાથી, ઉપર કહ્યું તેમ અલ્પકાળમાં તે આત્મા સંપૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા અને અનંતવીર્યને પ્રગટ કરે છે. એ રીતે આત્મવિકાસની પૂર્ણતા પામી અનંતસુખને ભક્તા, તે આત્મા - બને છે.
| દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણના સહયોગથી જેમ નાળ િિાષ્ટિ મોકો વગેરે પ્રાચીન આર્ષ ઉલ્લેખે દ્વારા જ્ઞાન અને ક્રિયા (કિયા એટલે ચારિત્ર)એ બેને સહગને પણ મોક્ષમાર્ગ જણાવ્યું છે.