________________
૭૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે કિયાનું અનુપગી પણું જણાવતાં કહ્યું છે કે –
णाणं किरिया रहियं, किरियामेत्तं च दोवि एगता । असमत्था दाएउ, जम्म-मरणदुक्ख मा भाई ॥
અર્થ–કિયા વિનાનું જ્ઞાન અને માત્ર જ્ઞાનશૂન્ય ક્રિયા એ બનને એકાંતે હેઈ જન્મ મૃત્યુના દુઃખથી નિર્ભયતા આપવામાં અસમર્થ છે. અહિં જ્ઞાનની સાથે કિયાનું આવશ્યકપણું બતાવી એ બન્નેને સમન્વય સાધવા અનેકાંત દ્રષ્ટિને ઉપયોગ કરવાની સૂચના છે.
આત્માની શક્તિઓને એક સરખો વિકાસ સાધ્યા સિવાય કંઈપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિં. આત્માની શક્તિએ મુખ્ય બે છે. એક ચેતના અને બીજી વીર્ય. એ બનને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે, એકના વિકાસ વિના બીજને વિકાસ અધુરે જ રહી જાય છે. તેથી તે બન્ને શક્તિઓને સાથે જ વિકાસ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે એ જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. એ રીતનું જીવન ઘડતર તે જ ચારિત્ર અર્થાત્ કિયા સ્વરૂપ છે. જ્ઞાન ન હોય તે જીવન ઘડતર ગ્ય રીતે ઘડી શકાતું નથી. તથા જીવનનું કલ્યાણ, માત્ર જ્ઞાનની વિશાળતા કે અધિકતા ઉપર જ અવલંબિત નથી, પણ તત્ત્વભૂત સમજણને દ્રઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના પણ માણસો અનીતિ-અન્યાય - તથા રાગ-દ્વેષ નહિ કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે. જ્યારે મેટા મોટા પંડિત –શાસ્ત્રીએ કે ફિલસુફ તત્ત્વદ્રષ્ટિને સ્પર્શવામાં અસમર્થ
કે ફિલક છે જ્યારે જીવનમાં તે