________________
આમિક સ્વરૂપની ભિન્નતા
૮૩ વળી જે આત્માને ક્ષણિક માને અને પ્રત્યેકક્ષણે બદલાતે માને તે પછી સુખ અને દુઃખને અનુભવ શી રીતે સંભવે? તેમ જ બંધ અને મોક્ષ પણ કલ્પના જ ઠરે, કારણ કે ક્ષણવારમાં કઈ કિયા થાય અને તેને બંધ પડે એ બનવું અસંભવિત છે. અને જ્યારે બંધન જ ન હોય પછી મેક્ષ પણ શાને? એટલે આત્માને ક્ષણિક માનતાં તે બંધને –મેક્ષને-સુખને તથા દુઃખને પણ અભાવ થશે. તેથી તે બુદ્ધદેવે સંસારને જે દુઃખ રૂપે કહ્યો છે, અને ચાર આર્ય સત્ય કહી દુઃખમાંથી છૂટવાને જે વિચાર કહ્યો છે, તે ફેગટ જશે, માટે ક્ષણવારની સ્થિતિવાળે આત્માને માનવાથી તે ઉપર જણાવેલ દોષ આવે છે. તેથી આત્મા ક્ષણિક લાગતે નથી.
એક પુરૂષને ભાલાથી વીધેલે, અને તેથી બંધાયેલ કર્મના ઉદયથી બુદ્ધદેવને કાંટો વાગ્યે. એક ક્ષણવારની સ્થિતિમાં પુરૂષને ભાલાથી વિંધનાર આત્માએ કરેલું કર્મ, બુદ્ધદેવના ભવમાં ઉદય આવ્યું. અહિં બંધટાઈમે જે આત્મા હવે તે જ આત્મા બુદ્ધદેવને કે બીજો?
હવે જે આત્માને ક્ષણે ક્ષણે બદલાવારૂપ ક્ષણિક માનશે તે બધટાઈમે જે આત્મા હતું, તે જ આત્મા ઉદય ટાઈમે નહિં માની શકાય. એટલે કર્મ કરે કેઈ અને ભગવે બીજે, એવો સિદ્ધાન્ત ઉપસ્થીત થશે. પણ તેને અન્યાયરૂપ ગણાય. માટે બંધટાઈમે જે આત્મા હતા તે જ આત્મા, ઉદય ટાઈમે બુદ્ધદેવરૂપે માનશે તે તે આત્માને