________________
કાર્ય-કારણુભાવ
૭૩ આ રીતનું સમાધાન પ્રાપ્ત થયા પછી વળી પણ કેઈને શંકા થાય કે જેમ ઉપરોક્ત રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રના કમિક વિકાસને સાધનરૂપ ગણાવ્યાં, તેમ સામાન્ય બોધસ્વરૂપ દર્શન અને આત્મિકવીર્યને સાધનસ્વરૂપે કેમ ન દર્શાવ્યાં?
આ રીતની શંકાના સમાધાનમાં પણ સમજવું જોઈએ કે સામાન્ય બેધસ્વરૂપ “દર્શન” તે નિવિકલ્પ જ્ઞાનસ્વરૂપ જ છે. વસ્તુસ્વરૂપનું નિર્ણયાત્મક તે જ્ઞાન જ છે. કારણ કે તે સવિકલ્પ છે. લેકવ્યવહારને સમગ્ર આધાર આ સવિકલ્પક જ્ઞાન ઉપર જ છે. છદ્મસ્થ જીવેને સામાન્ય બોધસ્વરૂપ દર્શન થયા પછી જ વિશેષાવધસ્વરૂપ જ્ઞાન વ છે. આ વિશેષાવબેધસમયે સામાન્ય બેધસ્વરૂપ “દર્શન”નું અસ્તિત્વ કંઈ નષ્ટ થઈ જતું નથી. પણ ગૌણપણે વર્તે છે. વળી જ્ઞાનશબ્દ પ્રતિપાદ્ય ઉપગ જ, અપેક્ષા વિશેષે દર્શનશબ્દને પ્રતિપાદ્ય બનતે હોઈ દર્શન (સામાન્ય)ને સમાવેશ જ્ઞાનમાં આવી જાય છે. માટે રત્નત્રયીમાં સામાન્યબોધ સ્વરૂપ દર્શનને, જ્ઞાનથી ભિન્ન કહેવાની જરૂર રહેતી નથી. વળી દર્શનમાં થતા સામાન્યબોધ તે એટલે બધે સમાન્ય પ્રકારના હોય છે કે મિથ્યદ્રષ્ટિ અને સમ્યગ્દષ્ટિના દર્શન (સામાન્ય) માં કંઈ પણ ફેર પડત નહિં હોવાથી તેમાં સમ્યફ કે મિથ્યારૂપે પણ ભેદ હોઈ શક્તા નથી.
વળી આત્મિવીર્યને સાધનરૂપે જુદું નહિં ગણવાનું કારણ પણ એ જ છે કે દરેક જીવમાં જ્ઞાનગુણ પ્રતિસમય