________________
કાર્ય-કારણભાવ
કાર્ય પૂર્ણ થયા બાદ, કારણનો અભાવ થાય છે. માટે કારણ તે સાદિ શાંત છે. વળી કર્તા, કાર્ય રૂચિવાળ થાય ત્યારે જ કારણમાં કારણતા ઉપજે છે. કારણપણું પ્રગટે તે જ કાર્ય નિપજે. કારણપણની પ્રગટતા તે કર્તાના જ્ઞાન, રૂચિ અને પુરૂષાર્થના આધારે જ છે. કર્તાને જ્ઞાન હોય પણ રૂચિ અને પ્રવૃત્તિ ન હોય તે કઈ વસ્તુનું કારણપણું પ્રગટી શકતું નથી. વળી સમજ અને રૂચિ બને હોવા છતાં પ્રવૃત્તિ જ ન હોય તે પણ વસ્તુનું કારણ પણું પ્રગટી
કતા નથી.
કેઈપણ કાર્ય સિદ્ધિ
તે
સાંસારિક યા આત્મિક, કોઈપણ કાર્ય સિદ્ધિની પ્રાપ્તિમાં ઉપર મુજબ કારણેની આવશ્યકતા જરૂરી છે. અહિં તે આપણે વીતરાગતા યા આત્માના પરમાત્મભાવરૂપ કાર્યસિદ્ધિ માટે જ વિચારવાનું છે. છતાં કાર્યકારણને સરળતાથી સમજવા માટે પહેલાં એક સાંસારિક કાર્ય અને કારણ અંગે વિચારીએ.
જેમ ઘડે બનવાના કાર્યમાં કુંભાર તે કર્તા છે. ઘડો તે કાર્ય છે. કુંભારના હસ્તકૌશલ્યથી થતી ઘટના કાર્યમાં પ્રવૃત્તિ તે કિયા છે. માટી તે ઉપાદાન કારણ છે. દંડ અને ચક વગેરે નિમિત્ત કારણ છે. માટીના પિંડમાંથી ઘડો તૈયાર થતાં સુધીમાં જે અવાન્તર આકારે (પરિણામ) થાય છે, તે અસાધારણ કારણ છે. જમીન અને આકાશ તે અપેક્ષાકારણ છે.
હવે આધ્યાત્મ વિકાસ અંગે વિચારતાં આત્મા કર્તા છે. કારણ કે કાર્યપ્રાપ્તિના ધ્યેયને ધારક આત્મા છે. અને