________________
કાર્ય-કારણુભાવ
સાધનામાં સીધી સક્રિયસંયોગથી વળગી રહેવું, એ, નિમિત્તકરણની વિશિષ્ટતા છે. કાર્યસિદ્ધિ પૂર્ણ થયે, નિમિત્ત કારણ ખસી જાય છે. જ્યારે ઉપાદાન કારણ તે કાર્યમાં જ સમાઈ જાય છે.
નિમિત્તકારણ પણ બે પ્રકારનું છે. એક પ્રકાર તે કાર્ય સિદ્ધિમાં વ્યાપકરૂપે આવશ્યક સીધો પેગ આપનારૂં હોય તે, અને બીજો પ્રકાર જે કેવળ સાક્ષિભાવે અથવા કર્તા આદિને સગવડરૂપે જેની ઉપસ્થિતિ આવશ્યક હોય છે. આ બીજે પ્રકાર અપેક્ષા કારણ કહેવાય છે. આ અપેક્ષાકારણ તે સહજ રીતે ઉપસ્થિત યા વિદ્યમાન હોઈ સાધારણપણે સર્વ સામાન્ય વેગ આપનાર છે.
કાર્યની સિદ્ધિમાં અસાધારણગ પૂરાવનારને અસાધારણ કારણ” તરીકે નિદેશવામાં આવે છે. આ અસાધારણ કારણ તે કાર્યસિદ્ધિની કમિકગતિનો ખ્યાલ આપે છે. કાર્ય સિદ્ધિની પૂર્વે ઉત્તરોત્તર વિકાસ પામતી જતી ભિન્નભિન્ન પરિણામ ધારા, એ, ઉપાદાનની જ પરિણામ ધારા છે. ઉપાદાનની પરિણામધારાનું છેવટનું પકવ ફળ તે કાર્ય છે. ઉપાદાન કારણ તે એકદમ કંઈ કાર્યની પૂર્ણતા સ્વરૂપે પરિણમી જતું નથી. પરંતુ કાર્ય સિદ્ધિની કિયા થતી વખતે એક પછી એક જુદી જુદી પરિણામધારા ઉદ્ભવતી જાય છે. એ ભિન્નભિન્ન પરિણામ ધારાઓમાંથી પસાર થયા પછી અને કાર્યસિદ્ધિની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ કાર્યસિદ્ધિ થવા પૂર્વે આ બધી ભિન્ન ભિન્ન