________________
કર્ય-કરણ૯૨ ચારિત્રને સમ્યગૂરૂપે બનાવનાર તે સમ્યગ્દર્શન જ છે. જ્યાં સુધી જ્ઞાન અને ચારિત્રમાં સમ્યક્રપણું નથી ત્યાં સુધી તે જ્ઞાન અને ચારિત્ર ગમે તેટલી ઉચ્ચ કેટિનાં હોવાં છતાં મેક્ષ. પ્રાપ્તિ માટે ઉપયોગી બની શકતાં નથી.
સમ્યગ્દર્શનીને જ નય અને પ્રમાણુથી થનારૂં જીવાદિ તનું જ્ઞાન હોઈ શકે છે. અને તેને જ સમ્યજ્ઞાન કહેવાય. છે. એ સમ્યજ્ઞાનપૂર્વક જ ચારિત્રમાં વર્તતા જીનું ચારિત્ર જ સમ્યકૂચાત્રિ કહેવાય છે. આવું ચારિત્ર તે કાષાયિક ભાવથી નિવૃત અને સ્વરૂપ રમણતારૂપ છે. હિંસાદિ દોષોને ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતનું આચરણ પણ સમ્યફચારિત્ર કહેવાય છે. કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે. અને તેની નિવૃત્તિથી જ દેને ત્યાગ અને મહાવ્રતનું પાલન સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. માટે અહિંસાદિના પાલનમાં પણ ધ્યેય તે કાષાયિક ભાવથી નિવૃત્તિ અને સ્વરૂપ રમણતાનું જ હોવું જોઈએ.
અહિં સાધ્ય મેક્ષ છે. અને સાધન તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્ર છે. આ સાધન પણ આત્માથી ભિન્ન નહિં હોતાં આત્માની અત્યંતરદશા સ્વરૂપે જ છે.
જ્યાં સુધી આ રત્નત્રયીમાં અપૂર્ણતા વતે છે, ત્યાં સુધી તે સાધનરૂપ છે. અને સંપૂર્ણતા વર્તે છે, ત્યારે તે સાધન જ સાધ્ય બની રહે છે. એટલે એ ત્રણેની પૂર્ણતા તે જ મેક્ષ. છે. આ રત્નત્રયી પૈકી એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ થઈ શકતું નથી.