________________
૫ સાધ્ય સાધન-સાધના
અને કાર્ય-કારણભાવ અનાદિકાળથી આત્માની સાથે અગ્નિ લેહવત્ સંબંધિત બની રહી આત્માને સંસારચકમાં પરિભ્રમણ કરાવી દુઃખી દુઃખી કરનાર કર્મસમૂહોને આત્મામાંથી સર્વથા નષ્ટ કરી. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, એ અનંત ચતુષ્ક ગુણોને પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવા તેનું નામ જ મેક્ષ છે. મેક્ષ એટલે મુક્ત થવું. માટે કર્મથી સર્વથા અને સદાના માટે મુક્ત બની રહેતી આત્મદશાની પ્રાપ્તિને જ મોક્ષ કહેવાય છે. મેક્ષ એ આત્મિક વિકાસની પરિપૂર્ણતા સ્વરૂપ છે. માટે જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ટા એ જ મેક્ષ છે. | શ્રી ઉમાસ્વાતી મહારાજે તત્ત્વાર્થસૂત્રના પ્રારંભમાં જ મોક્ષના સાધનભૂત ધર્મના ત્રણ વિભાગ કરી તેને નિર્દેશ. કરતાં જણાવ્યું છે કે – सम्यग्दर्शनज्ञान चारित्राणि मोक्षमार्गः
અર્થ–સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણે મળી મોક્ષનું સાધન છે.
આ ત્રણે સાધનોમાં સાધનાની પ્રથમ ભૂમિકા રૂપે તે સમ્યગ્રદર્શનને જ જણાવ્યું છે. તે સૂચવે છે કે જ્ઞાન અને