________________
૬૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
દ્વારા તે જ્ઞાન પ્રકાશિત થતુ હાવાથી બુદ્ધિ અને મન જેટલાં મલીન, અશુદ્ધ અને વિપરીત હેાય છે. આવા જ્ઞાનને જ્ઞાન નહિ પણ અજ્ઞાન કહેવાય છે. અહિં પણ અજ્ઞાન એટલે જ્ઞાનના અભાવ, જડતા, એમ સમજવાનું નથી. પણ જ્ઞાનની વિપરીતતા–અશુદ્ધતાને જ અજ્ઞાન કહેવાય છે.
આત્મા આદિ ઇન્દ્રિયપરોક્ષ વસ્તુઓના યથા વિષયની સમજણુમાં—શ્રદ્ધામાં લેશમાત્ર ન્યૂનતા અગર વિપરીતતા ધારક જીવાનુ લૌકિક યા આધ્યાત્મિક તત્ત્વાનુ · જ્ઞાન તે અજ્ઞાન જ છે. જ્ઞાનીના થેાડા પણ જ્ઞાનના ઉપયોગ (વપરાસ) આત્મિક તૃપ્તિમાં થતા હેાવાથી તે જ્ઞાન, આત્મશાંતિકારક છે. જ્યારે અજ્ઞાન અશાંતિકારક છે. સમ્યગ્નાનથી જ સમ્યક્ ચારિત્રમાં અવાય છે. બુદ્ધિ અને મનની શુદ્ધિમાં જ જ્ઞાન હાવાથી તે બુદ્ધિ અને મનની શુદ્ધતાને લાવનાર · સમ્યકત્વ જ છે. શાસ્ત્રકાર મહારાજા કહે છે :
।
--:
धनहीनोऽपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्त्व धनं प्रधान धनं भवेदेक भवे सुखार्थं भवेभवेऽनंत सुखी सुद्रष्टिः ॥
"
અર્થ –બાહ્યધનથી હીન મનુષ્ય હેાય, પણ જેની પાસે સમ્યકત્વરૂપી ધન છે, તે ધનવાન કહેવાય છે. કારણ કે બાહ્ય ધન તા એક ભવના સુખ માટે છે. અને સમ્યકત્વરૂપી સાચુ ધન તેા ભવે ભવે, જન્મ-જન્મને વિષે અનંત સુખને ઃ આપનાર છે. છેવટ મેાક્ષ સુખને આપનાર છે. માટે બાહ્યધન